‘ચલો ગાંધીનગર..‘ આદિવાસીઓના પ્રશ્નોના નિરાકરણ માટે BTP/BTS ની વિરોધ માર્ચ, અનેક કાર્યકરોની અટકાયત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું આજથી ત્રણ દિવસનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ ઉપરાંત ભીલીસ્થાન ટ્રાઇબલ પાર્ટી (BTP) અને ભીલીસ્તાન ટાઇગર સેના (BTS) દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચાર વામાં આવી છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલો બંધ કરવા મુદ્દે BTP દ્વારા બિરસામુંડા ભવનથી ગુજરાત વિધાનસભા સુધી વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે BTP પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, રૂપાણી સરકાર તાનાશાહી ચલાવી રહી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતની ભાજપ સરકારના તુગલકી ફરમાન મુજબ 5350 પ્રાથમિક સ્કૂલોને મર્જ કરનારા, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરનારા, ખેડૂતોને યોગ્ય વળતરની માંગ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટ વિસ્તારને નોટિફાઈડ વિસ્તાર જાહેર કરવાની ઉલ્લંઘનનો વિરોધ કરવા માટે અમે વિરોધ માર્ચનું આયોજન કર્યું છે. આ માટે તેમણે વધુમાં વધુ BTS અને BTP સહિત અન્ય આદિવાસી સંગઠનના કાર્યકરોને ગાંધીનગર માર્ચમાં આવવા માટે આહવાન કર્યું છે.

મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર આદિવાસીઓનો વિચાર નથી કરી રહી. તેમના નિર્ણયથી આદિવાસી લોકોને જ વધુ નુક્સાન થઈ રહ્યું છે. આજે અમારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમને નજરકેદ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસીઓ વસવાટ કરી રહ્યા છે. જો આમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો અમે ગુજરાત બંધનું એલાન આપીશું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •