ચૂંટણી: વડોદરા જિલ્લામાં 289 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 40 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે, 4.52 લાખ મતદારો મતદાન કરશે, સોમવારે જાહેરનામુ પ્રસિદ્ધ થશે

SHARE WITH LOVE

વડોદરા

પ્રતિકાત્મક તસવીર

  • ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 611 મતદાન મથકો ઉપર 4,52,171 મતદારો મતદાન કરશે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં 289 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 2430 વોર્ડની સામાન્ય અને 40 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 611 મતદાન મથકો પર 2,33,215 પુરુષ અને 2,18,956 સ્ત્રી મતદારો સહિત કુલ 4,52,171 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

289 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે
વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે 72 ચૂંટણી અધિકારી, 72 મદદનીશ ચૂંટણી અધિકારી, 3666 પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે 1222 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં 43 ગ્રામ પંચાયતોની, પાદરામાં 27, કરજણમાં 26, શિનોરમાં 29, ડભોઈમાં 55, વાઘોડિયામાં 45, સાવલીમાં 51 અને ડેસર તાલુકામાં 14 સહિત કુલ 289 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

40 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં 8 વોર્ડ ધરાવતી 244, 10 વોર્ડ ધરાવતી 34, 12 વોર્ડ ધરાવતી 9 જ્યારે 14 અને 16 વોર્ડ ધરાવતી એક એક ગ્રામ પંચાયત છે. તેની સાથે 40 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં પાદરા તાલુકામાં 13, કરજણમાં 15, શિનોરમાં 01, સાવલીમાં 09 અને ડેસર તાલુકામાં 02 સહિત કુલ 40 ગ્રામ પંચાયતોમાં 51 વોર્ડની તેમજ કરજણ તાલુકાના અટાલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર હોવાનું કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ
ચૂંટણીની જાહેરાતની તા.22-11-2021
ચૂંટણીની નોટીસો/જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તા.29-11-2021
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 04-12-2021
ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની છેલ્લી તા. 06-12-2021
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા.07-12-2021
મતદાનની તારીખ તથા સમય 19-12-2021 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો)20-12-2021
મતગણતરીની તારીખ 21-12-2021
ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24-12-2021

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE