જમ્મુ-કાશ્મીર / શોપિયા એન્કાઉન્ટરમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત 2 આતંકવાદી ઠાર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • લશ્કરના ટોપના કમાન્ડર ઈશફાક ડાર ઉર્ફ અબૂ અકરમ માર્યો ગયો
 • શોપિયામાં 2 આતંદવાદીઓના ઠાર
 • સુરક્ષા દળોએ પૂર્વ વિસ્તારને ઘેર્યો હતો

દક્ષિણી કાશ્મીરના શોપિયામાં અથડામણ દરમિયાન 2 આતંદવાદીઓના ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોપના કમાન્ડર ઈશફાક ડાર ઉર્ફ અબૂ અકરમ સામેલ છે. અકરમ કાશ્મીર ઘાટીમાં 4 વર્ષથી સક્રિય હતો.

સુરક્ષા દળોએ પૂર્વ વિસ્તારને ઘેર્યો હતો

ઉલ્લેખનીય છે કે અથડામણ કાલે શરુ થઈ હતી, જેમા જણાવવામાં આવ્યું હતુ કે લશ્કરના એક ટોપના કમાન્ડર સહિત 2 આતંકી ઘેરાયેલા છે.
સુરક્ષા દળોએ પૂર્વ વિસ્તારને ઘેર્યો હતો જેથી આતંકી અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ન જાય.

ઘરે ઘરે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતુ

આની પહેલા પોલીસે જણાવ્યું કે જિલ્લાના ચક એ સાદિક ખાન વિસ્તારમાં આતંકવાદીઓની મૂવમેન્ટ બાદ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી. શરુઆતમાં આતંકવાદીઓની સાથે સંપર્ક કરી શક્યા નહોંતા. ઘરે ઘરે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતુ અને છાપા મારી કરવામાં આવી હતી. આતંકવાદીઓને સુરક્ષા દળો પર ફાયરિંગ શરુ કરી દીધું હતુ. પહેલા તો સુરક્ષા દળોએ તેમને સમર્પણ કરવા માટે કહ્યું પરંતુ તે ફાયરિંગ કરતા રહ્યા.

આતંકીએ સુરક્ષા ઘેરાને તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો

આ પહેલા તેમણે ફાયરિંગ કરતા સુરક્ષા ઘેરાને તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો છે. તેમને રોકવા માટે કરવામાં આવેલી ફાયરિંગમાં અથડામણ શરુ થઈ. કેટલાક સમય બાદ 2 આતંકવાદી સુરક્ષા દળોએ ગોળીઓથી નિશાન બન્યા જેમાં લશ્કરનો ટોપનો કમાન્ડર અકરમ પણ સામેલ હતો. તેની પુષ્ટિ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે મોડી રાતે કરી.

આતંકવાદી સહિત ઘાટીમાં અનેક આતંકવાદીઓનો સફાયો

ગત અઠવાડીએ લશ્કરે આતંકવાદી સહિત ઘાટીમાં અનેક આતંકવાદીઓનો સફાયો સુરક્ષા દળોએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સેના અને સુરક્ષા દળોની કાર્યવાહીથી આતંકવાદીઓમાં હલચલ મચી ગઈ હતી. સેના અને સુરક્ષા દળો આતંકવાદીઓને સમર્પણ માટે સમજાવવાના પ્રયાસ કરે છે એ બાદ જ તેઓ ન સમજે ત્યારે તેમને નિશાનો બનાવે છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •