જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટનો દરરજો અપાયો

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

 • જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીનું લોકાર્પણ
 • ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટનો દરરજો આપયો 
 • પીએમ મોદીએ કર્યું લોકાર્પણ

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટનો દરરજો આપયો છે. પીએમ મોદીએ દિલ્લીથી વર્ચ્યુલ માધ્યમ દ્વારા જામનગર ખાતે આર્યુર્વેદ યુનિવર્સિટીને વિશેષ દરજજો આપી. અને આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું લોકાર્પણ કર્યું. એટલે હવે જામનગરને આઇઆઇટી અને આઇઆઇએમ કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે. જામનગરમાં કાર્યરત ઇન્સ્ટીટયુ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રીસર્ચ એન્ડ આયુર્વેદ, ગુલાબકુંવરબા મહાવિધાલય અને ઇન્ડીયન ઇન્સ્ટિયુટ ઓફ આયુર્વેદીક, ફાર્માસ્ટીકલ સાયન્સ કોલેજ એમ ત્રણેય સંસ્થાને એક સાથે લાવી અને રાષ્ટ્રીય કક્ષાનો દરરજો આપી દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જામનગરનું નામ આજે રાષ્ટ્રીય સ્તરે નામાંકિત થયું છે. કેન્દ્ર સરકારે જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીને ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટનો દરરજો આપયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીથી વર્ચ્યુલ માધ્યમ દ્વારા જામનગર ખાતે આર્યુર્વેદ યુનિવર્સીટીને  વિશેષ દરજજો આપી. આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું લોકાર્પણ કર્યું  છે. આજે આયુર્વેદ દિવસેથી જામનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેદ્રિય આયુસ મંત્રી, સચિવ અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. 

દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું છે…ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને ઇમ્પોર્ટનસ ઓફ નેશનલ ઇન્સ્ટીટયુટનો રાષ્ટ્રીય સ્તરનો દરરજો આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ ઇન્સ્ટીટયુટને ખુલ્લું મુકવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ દિલ્લીથી ઓનલાઈન થઇ લોકાર્પણ કર્યું હતું. આજે આયુર્વેદ દિવસના જામનગરની સાથે રાજ્યને રાષ્ટ્રીય સ્તરની ભેટ મળી છે.

જેને લઈને જામનગરને આઇઆઇટી અને આઇઆઇએમ કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે. સમગ્ર વિશ્વ હાલ કોરોનાથી પ્રભાવિત છે ત્યારે ભારત આયુર્વેદ ઉપચાર સાથે મહામારી સામે બાથ ભીડી રહ્યો છે. આ સ્થિતિમાં જામનગરમાં કાર્યરત ઇન્સ્ટીટયુ ઓફ પોસ્ટ ગ્રેજયુએટ એન્ડ રીસર્ચ એન્ડ આયુર્વેદ, ગુલાબકુંવરબા મહાવિધાલય અને ઇન્ડીયન ઇન્સ્ટિયુટ ઓફ આયુર્વેદીક ફાર્માસ્ટીકલ સાયન્સ કોલેજ એમ ત્રણેય સંસ્થાને એક છત્ર હેઠળ લાવી….તેના સાયુજયને રાષ્ટ્રીય કક્ષાનો દરરજો આપી દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

ભારતભરમાં આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રીય દરરજો ધરાવતી જામનગરની એકમાત્ર સંસ્થા બની ગઈ છે. છેલ્લા પાંચ વર્ષથી ધનતેરસના દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ શુભ દિવસે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ દરરજો આપ્યો છે. જામનગરની આ બેજોડ યુનીવર્સીટીનો દેશને વિશેષ લાભ મળશે એમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. જામનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપાદ યેસ્સો નાયક તેમજ અન્ય મંત્રીઓ, સાંસદ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Source:


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares