જામીન નામંજૂર: વાપીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઝડપાયેલા આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

SHARE WITH LOVE

વલસાડ

  • વાપીમાં ઘણા વર્ષોથી જમીન પચાવી પાડવાના ઇરાદે આરોપીએ જમીન ઉપર કબ્જો જમાવતા પોલીસે ધરપકડ કરી હતી

વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદના આરોપી અયાઝ હાફિઝ ઉલ્લા નઝીર ઉલ્લા શેખે પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થવા વલસાડની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તે જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના સ્પેશ્યલ જજ એમ આર શાહે જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી એક જમીનમાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર કબ્જો કરીને જમીન પચાવી પાડવાના ઇરાદે આરોપીએ જમીન ઉપર કબ્જો જમાવ્યો હતો. ત્યારે જમીન માલિકે નવેમ્બર માસમાં વલસાડ જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ અરજી કરી હતી.

વલસાડ જિલ્લા કલેક્ટરે આરોપીઓ વિરુદ્ધ FIR કરવા અને યોગ્ય તપાસ કરવા આદેશ કર્યો હતો. વાપી ટાઉન પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ 17 ડિસેમ્બરના રોજ વાપીમાં આવેલી જમીન ઉપર દબાણ કરતા આરોપીઓ સામે FIR નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસમાં 27 ડિસેમ્બરના રોજ જેલમાંથી મુક્ત થવા વલસાડની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે કેસ ઉપર DGP અનિલ ત્રિપાઠીની ધારદાર અને અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના સ્પેશ્યલ જજ M R શાહએ આરોપી અયાઝ હાફિઝ ઉલ્લા નઝીર ઉલ્લા શેખની જામીન અરજી નામંજૂર કરતો હુકામ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE