જી.પી.એસ.સી.વર્ગ-૨ની પરીક્ષા આપવાનુ ૫૯.૮૧ ટકા ઉમેદવારોએ ટાળ્યુઃ નિરસતા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

જી.પી.એસ.સી. દ્વારા સ્થાનિક શિક્ષણ વિભાગના સંકલન સાથે આજે રવિવારના જી.પી.એસ.સી. વર્ગ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી, જી.પી.એસ.સી. દ્વારા ભાવનગરના ૪૫ કેન્દ્રમાં પરીક્ષામાં લેવામાં આવી હતી. જી.પી.એસ.સી. વર્ગ-૨ની પરીક્ષા આપવાનુ સરેરાશ ૫૯.૮૧ ટકા ઉમેદવારોએ ટાળ્યુ હતું.અર્થાત ઉમેદવારોએ પરીક્ષા આપવામાં નિરસતા દાખવી હતી.જ્યારે સરેરાશ ૪૦.૧૯ ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કોવીડ-૧૯ની ગાઈડલાઈન સાથે જી.પી.એસ.સી.ની પરીક્ષા લેવાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. તેમ ઈ.આઈ. મહેશ પાંડેએ જણાવ્યુ હતું.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૨, મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની આજે રવિવારના પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ હતી, જી.પી.એસ.સી. દ્વારા સ્થાનિક શિક્ષણ વિભાગના સંકલન સાથે આજે રવિવારના ભાવનગરના ૪૫ કેન્દ્ર પર ૪૬૫ બ્લોકમાં વહીવટી સેવા વર્ગ-૨, મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષા લેવાઈ હતી. જી.પી.એસ.સી.ની પરીક્ષા બે સેશનમાં લેવાઈ હતી. જી.પી.એસ.સી.ની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેવાઈ હતી.

કેટલા ઉમેદવારો હાજર રહ્યા.?

પેપર હાજર  ગેરહાજર

પેપર-૧       ૪૫૭૩ ૬૫૮૩

પેપર-૨       ૪૩૯૫ ૬૭૬૧
Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •