જે લોકો ભાજપમાં આવ્યા તે સત્તાનો લાભ લેવા માટે આવ્યા છે: નીતિન પટેલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

રાજીનામા બાદ નીતિન પટેલ મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણાના મતદારો વચ્ચે પહોંચેલા નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જે લોકો ભાજપમાં આવ્યા તે સત્તાનો લાભ લેવા માટે આવ્યા છે.

જો કે નીતિન પટેલના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ પણ ચાલી હતી, જેમા કહેવામાં આવતુ હતુ કે તેઓ ભાજપમાં સામેલ થશે કોઈ કહેતુ હતુ કે તેઓ નવી પાર્ટી બનાવશે. જો કે, આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા તેમણે કહ્યું કે, હું રાજકારણમાં છુ ક્યાંય ગોઠવણ કરતો નથી.

તેમણે કહ્યું કે, મેં તો બંધુ ભગવાનને સોંપી દીધુ છે. આ ઉપરાંત નિતિન પટેલે આકરા પ્રહાર કરતા કહ્યું કે, જ્યાં રામાયણ હોય ત્યા વિભિષણ અને મંથરા હોય જ. આપણા જિલ્લામાં પણ ઘણા લોકો ખુશ થયા હશે.

જો કે આ પહેલા નીતિન પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રથમ વખત એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના નવા નિર્ણયના કારણે જૂના મંત્રીઓને કેબિનેટમાં સ્થાન નથી મળી શક્યું. આ નિર્ણયનો કેટલો ફાયદો થશે, તે ભવિષ્યમાં સામે આવશે. નવા મંત્રીઓ પાસે સવા વર્ષ જેટલો સમય જ બચ્યો છે, તેમની સામે અનેક પડકારો છે. નવા મંત્રીઓએ ટૂંક સમયમાં ઘણાં બધા કામ કરવાના છે.

તેમણે કહ્યું કે, જો હું અત્યારે પણ મહેસાણાનો ધારાસભ્ય છુ. કડી અને મહેસાણા મારા જૂના અને નવા વિધાનસભા વિસ્તારના વિકાસના કામોને આગળ ધપાવવાનું છે. હું 25 વર્ષથી ધારાસભ્ય છુ અને 18 વર્ષ કરતાં વધુ સમયથી મંત્રી છું. ભાજપમાં અનેક પ્રકારની જવાબદારી મેં સંભાળી છે. આખા ગુજરાતમાં દરેક જ્ઞાતિ અને સમાજના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ અને અમારી સરકારે કરેલી કામગીરી પ્રજા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યાં છે. એટલે અમે મંત્રી નથી એ વાત સાચી, પરંતુ અમે પક્ષના કાર્યકર્તા તરીકે જે કામ સોંપવામાં આવશે તે કરીશું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •