ઝઘડિયાના ગોવાલી ગામે રેતી માફિયાઓ સામે દરોડા : ૬ ટ્રકો અને ખનીજ મળી ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

SHARE WITH LOVE
 • 43
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  43
  Shares

સ્થાનિક લોકોમાં ચર્ચા એ પણ થઇ રહી છે કે આવી દેખાવ પુરતી કાર્યવાહી થાય છે અને પછી બધું ખીચડીમાં ઘી ઢળ્યું હોય એમ થઇ જાય છે. ગુનેગારો વહીવટી તંત્ર અને ગાંધીનગર કચેરી ના સહીયોગ થી બધું ગોઠવાય જાય છે, અને ભૂમાફિયા પાછા પોતાના કામે લાગી જાય છે.

અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી હતી. આ પગલાંથી ગેરકાયદેસર રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આવનાર સમયમાં પણ આવી કાર્યવાહી ખાણ અને ખનીજ શાખા દ્વારા કરવામાં આવે તેવી સંભાવના છે.

જોકે સાંસદે પણ ઘણીવખત સ્વીકાર્યું છે કે માત્ર દેખાવ પુરતી કાર્યવાહીજ થાય છે…

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગતરોજ મોડી સાંજે ગોવાલી ગામના સ્થાનિક અરજદારની ફરિયાદ ઝઘડિયા પ્રાંત અધિકારીને મળતા તે ધ્યાને લઈ ઝઘડીયા મામલતદાર તથા ભૂસ્તર વિભાગ ભરૂચને સાથે રાખી સંયુકત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં છ જેટલી ટ્રકો જે ઓવરલોડ તથા રોયલ્ટી વગરની ઝડપી લીધી હતી.ભૂસ્તર વિભાગ દ્વારા છ ટ્રકો અને રેતી મળી એક કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીઝ ધારકને નોટિસ પાઠવવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન અને ગેરકાયદેસર રીતે તેનું વહન,રોયલ્ટી ચોરી તથા ઓવરલોડ વહનનુ કામ તાલુકા થી લઈ જિલ્લા વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ વર્ષોથી ચાલતું આવ્યું છે.ખનીજની કવોરી,ખાણો,લીઝો સાથે સંકળાયેલા ઈસમો ઝઘડિયા તાલુકામાં એટલી હદે બેકાબુ બન્યા છે કે તે કાયદો હાથમાં લઈ ગેરકાયદેસર ખનન તથા વહન કરવા ખચકાતા નથી.ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના એક સ્થાનિક અરજદારે ઝઘડિયાના ગોવાલી ગામના નર્મદા કિનારાના પટ માંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતી હોવાની ફરિયાદ ઝઘડિયાના પ્રાંત અધિકારીને કરી હતી.

ઝઘડિયા પ્રાંત અધિકારીએ અરજદારની ફરિયાદ ધ્યાને લઈ ઝઘડીયા મામલતદાર તથા ભૂસ્તર વિભાગ ભરૂચને સાથે રાખી તાલુકાના ગોવાલી ગામે સંયુક્ત રીતે ઓપરેશન હાથધરી દરોડા પાડયા હતા.આ દરમ્યાન ગોવાલી ગામની સીમમાં લીઝ ધરાવતા ધનરાજ ઠાકોર ની લીઝ માંથી ખનીજ ભરીને નીકળેલા અલગ અલગ ટ્રાન્સપોર્ટરના ટ્રકોને રોકી તેની ચકાસણી કરતા ત્રણ ટ્રકો રોયલ્ટી વગર તથા ત્રણ ટ્રકો માં ૪ થી ૫ ટન ઓવરલોડ રેતી ભરી વહન કરવામાં આવતી હતી જે રંગે હાથે ઝડપી પાડી હતી.ભૂસ્તર વિભાગે તમામ ટ્રકોને વજન કરાવી ઝઘડિયા પોલીસને સોંપી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

ભરૂચ ભૂસ્તર વિભાગના કેયુર રાજપરા એ જણાવ્યું હતું કે ઝડપાયેલ ટ્રકો અને તેમાં ભરેલ ખનીજ મળી કુલ એક કરોડ જેટલી રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા ગોવાલી ગામની લીઝ ધારક ધનરાજસિંહ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે તેને નોટિસ પાઠવી કસૂરવારો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


SHARE WITH LOVE
 • 43
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  43
  Shares