ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની વેક્સિનની જેમ જ યોજના રૂપી “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરવા અપીલ કરી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

મોંઘવારી પણ ભયંકર મહામારી જ છે તો આ મોંઘવારી નિયંત્રણ કરવા તાત્કાલિક કોઈ યોજના રૂપી “મોંઘવારી વેક્સિનનુ” સંશોધન કરવામાં આવે તેમ પત્રમાં જણાવ્યુ છે. 

છેલ્લા બે વર્ષમાં ભારત દેશ સહીત વિશ્વ આખાને કોરોના મહામારીએ ભરડામાં લીધું છે. કોરોના મહામારી માંથી માંડ બહાર નીકળ્યા ત્યારે મોંઘવારીની મહામારીએ રાજ્યના નાગરિકોની કમર વધુ તોડી નાખી છે.જેથી રાજ્યનો સામાન્ય નાગરિક હાલ મોંઘવારીના મહાભરડામાં પીસાઈ રહ્યો છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મોંઘવારી બાબતે પત્ર લખ્યો છે અને કોરોનાની વેક્સિન ની જેમ જ યોજના રૂપી “મોંઘવારી વેક્સિનનુ” સંશોધન કરવામાં આવે તેવી અપીલ કરી છે.ધારાસભ્ય છોટુ વસાવા એ તેમના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી આખા રાજ્યમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી. કોરોનાને નાથવા માટે ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કોવેકસિન અને કોવિશિલ્ડ નામની વેક્સિન તાત્કાલિક અસરથી વિકસાવી હતી.

ગુજરાત સરકાર અને રાજ્યના આરોગ્યતંત્ર દ્વારા કોરોનાથી લોકોને બચાવવા માટે વેક્સિનેશન કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે.લોકોને કોરોનાથી થતા મોતના મુખમાંથી બચાવી લેવાના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે.આમ સરકાર ઈચ્છે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓનું નિવારણ કાયમી ધોરણે લાવી શકે છે.માટે સરકારને મારી અતિ હદયદ્રાવક અપીલ છે કે સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે.રાજ્યની દારૂણ પરિસ્થિતિ છે.ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે.દિનપ્રતિદિન લોકો આત્મહત્યા કરી રહ્યા છે જેથી કોરોનાની જેમ મોંઘવારી પણ ભયંકર મહામારી જ છે.તો આ મોંઘવારી નિયંત્રણ કરવા તાત્કાલિક કોઈ યોજના રૂપી “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરીને લોકોની જિંદગીનું સુખાકારી વેક્સિનેશન કરવામાં આવે જેથી કોરોનાથી બચી ગયેલા લોકોને પણ મોંઘવારીના મુખમાંથી બચાવી લેવાય.

આપણા ગુજરાતમાંથી નેતૃત્વ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ બાબતે ટેલીફોનિક અથવા લેખિત જાણ કરવા ધારાસભ્ય છોટુ વસાવાએ ભલામણ કરી છે.વધુમાં તેમણે ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના અંણખી ગામના સાત આદિવાસી પરિવારો ને ગણપતિ મૂર્તિની સ્થાપના કરી પૂજન અર્ચન કરતા હતા ત્યારે ગામના સરપંચ અને અન્ય લોકોએ ભેગા મળી જીવલેણ હુમલો કર્યો હતો અને જાતિ વિષયક બોલી માર મારવામાં આવ્યો હતો.તે બાબતે તેમણે જણાવ્યું હતું કે અસ્પૃશ્યતા આજે પણ વર્તમાન યુગમાં પ્રવર્તે છે, તો સરકારે આ બાબતે શું પગલાં લેવા માંગે છે જે સ્પષ્ટ વલણ કરે.ઉપરોક્ત બંને બાબતને ધ્યાનમાં લઈ સમગ્ર રાજ્યના હિતમાં ત્વરિત પગલા લેવા ધારાસભ્ય છોટુ વસાવા એ ખાસ ભલામણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી હતી. 


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •