ઝઘડિયા : વાસણા અને ધારોલી ગામે મળી ૩૮ ઈસમો વિરુદ્ધ સરકારી જમીનો પર દબાણ કરાતા લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

SHARE WITH LOVE
 • 48
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  48
  Shares

ઝઘડીયા મામલતદાર દ્વારા વાસણા ગામના ૨૩ ખેડૂતો સામે અને ધારોલી ગામના ૧૫ ખેડૂતો સામે સરકારી માલિકીની જમીનો બીન અધિકૃત રીતે અને ગેરકાયદેસર રીતે દબાણ કરી કબજો કર્યો હોય ફરિયાદ નોંધાઈ છે.

ઝઘડિયાના મામલતદાર દ્વારા વાસણા અને ધારોલી ગામ ના મળી કુલ ૩૮ ઈસમો વિરુદ્ધ સરકારી માલિકીની જમીનનો બિન અધિકૃત અને ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કર્યો હોય તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તાલુકામાં ઉપરાછાપરી ગુનાઓ નોંધાતા સરકારી જમીનોમાં દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઝઘડિયા તાલુકાના મામલતદાર જે.એ રાજવંશી દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં સરકારી માલિકીની જમીન બિન અધિકૃત અને ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કર્યો હોય વાસણા ગામના ૨૩ અને ધારોલી ગામના ૧૫ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. મામલતદાર જે.એ રાજવંશી દ્વારા તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે લેન્ડ ગ્રેબિંગ સમિતિ અધ્યક્ષ અને કલેકટર ભરૂચના હુકમ થી મોજે વાસણા અને મોજે ધારોલી તા. ઝઘડિયા જી. ભરૂચ ના ગામના વિવિધ સર્વે નંબર વાળી સરકારી માલિકીની જમીનનો વાસણા ગામના ૨૩ અને ધારોલી ગામ ના ૧૫ ઈસમોએ ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કરેલ હોય જેથી સરકાર દ્વારા પસાર કરેલ ગુજરાત લેન્ડ એકટ-૨૦૨૦ હેઠળ ભરૂચ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી ઝઘડીયા મામલતદાર જે.એ રાજવંશી એ ઝઘડિયા પોલીસ મથકમાં વાસણા ગામના (૧) ભાણાભાઈ કેસુરભાઈ વસાવા (૨) જીતેન્દ્રભાઈ ફતેસંગભાઈ વસાવા (૩) કિરણભાઈ દલપતભાઈ વસાવા (૪) શૈલેષભાઈ કાનીયાભાઈ વસાવા (૫) સવિતાબેન ગિરધરભાઈ વસાવા (૬) હરેશભાઈ અભેસિંગભાઈ વસાવા (૭) નિલેશભાઈ છત્રસિંગભાઈ વસાવા (૮) જશવંતભાઈ રામુભાઈ વસાવા (૯) તુલસીબેન ભાવસિંગભાઈ વસાવા (૧૦) વિજયભાઈ મગનભાઈ વસાવા (૧૧) દિનેશભાઈ પાંચિયાભાઈ વસાવા (૧૨)  વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ વસાવા (૧૩) શીતલબેન દિનેશભાઈ વસાવા (૧૪) ગોવિંદભાઈ દેવજીભાઈ વસાવા (૧૫) સંજયભાઈ રાજેન્દ્રભાઈ વસાવા (૧૬) પ્રતાપભાઈ મણિલાલ વસાવા (૧૭) રાજુભાઈ ભાણાભાઈ વસાવા (૧૮) વિનોદભાઈ મોહનભાઈ વસાવા (૧૯) વજીરભાઇ પુંજાભાઈ વસાવા (૨૦) સવિતાબેન ગિરધરભાઈ વસાવા (૨૧) ભુપેન્દ્રભાઈ રમેશભાઈ વસાવા (૨૨) સુખદેવભાઈ ચુનીલાલ વસાવા (૨૩) દિનકરભાઈ અમરાભાઈ વસાવા તમામ રહે.વાસણા તા. ઝઘડિયા તથા ધારોલી ગામના અલગ અલગ સર્વે નંબર વાળી સરકારી જમીન પર દબાણ કરનાર (૧) રણજીતભાઇ મનછીભાઈ વસાવા (૨) ઉકકડભાઈ ભારમલભાઈ વસાવા (૩) ગુરજીભાઈ પાંચીયાભાઈ  વસાવા (૪) સુરેશભાઈ જમશુભાઈ વસાવા (૫) દયારામભાઈ દલપત ભાઈ વસાવા (૬) અરવિંદભાઈ જીવાભાઇ વસાવા (૭) મેલાભાઈ બાધરભાઈ વસાવા (૮) કાળીયાભાઈ છાબાભાઈ વસાવા (૯) મહેશભાઈ રવિભાઈ વસાવા (૧૦) અશોકભાઈ સોમાભાઈ વસાવા (૧૧) ગોપાળભાઈ રામસિંગભાઈ વસાવા (૧૨) અમરસિંગભાઈ ગુમાંનભાઈ વસાવા (૧૩) ભારતભાઈ ભારમલભાઈ વસાવા (૧૪) સુકાભાઈ રામજીભાઈ વસાવા (૧૫) દિનેશભાઈ ચતુરભાઈ વસાવા તમામ રહે. ધારોલી તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મામલતદારે ગુનો નોંધાવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાનું એક પણ ગામ એવું નહીં હોય કે જયાં સરકારી પડતર, ગૌચર અને ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો ધારણ કરી ખેતીની આવક ઊપજાવી હોય તેવો કિસ્સો નહીં હોય ! ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ કંપનીઓ દ્વારા પણ તળાવ ગૌચર જેવી જમીનો પર દબાણ કર્યું હોવાની એક ફરિયાદ ઝઘડિયા નાયબ કલેકટરને કરી હતી.

લેન્ડ ગ્રેબિંગ સમિતિ ભરૂચ દ્વારા ઝઘડિયા મામલતદારને તાલુકાના દરેક ગામોમાં આવી રીતે ચકાસણી કરી દબાણ કરનારાઓ વિરુદ્ધ ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે જ ખરા અર્થમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ નો અમલ થયો ગણાશે !

Source:


SHARE WITH LOVE
 • 48
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  48
  Shares