ઝઘડિયા GIDC ની નાઈટ્રેક્ષ કેમિકલ્સ કંપનીમાં બ્લાસ્ટ : 6 કામદારો ઘવાયા, એકની હાલત ગંભીર

SHARE WITH LOVE

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસીની નાઈટ્રેક્ષ કેમિકલ્સમાં મંગળવારે સવારે નાઈટ્રીશ્યન પ્લાન્ટમાં નાઈટ્રો સોલ્યુલોઝના ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. જે વેળા બોલ ડાયઝેસ્ટરમાં પ્રેશર વધી જતાં સવારે સવા દસ વાગ્યાના સુમારે પ્રચંડ ધડાકા સાથે વેસલ ફાટી હતી.

કંપનીમાં અફરાતફરી સાથે દોડધામ મચી ગઇ હતી. બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં કામ કરતા 6 કામદારો પ્રવીણ ધીરજભાઈ વસાવા, સુમન વસાવા, રાહુલ રાજેન્દ્રભાઇ વસાવા, પ્રદીપ વસાવા, ચિરાગ ભીખુભાઈ પટેલ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હેડ ઈંજરીના કારણે સુમન વસાવાની હાલત ગંભીર હોવાની વિગતો બહાર આવી છે.

Source link


SHARE WITH LOVE