ટકોર / ખેડૂત આંદોલન મામલે સરકાર જલ્દી કંઈક કરે નહીંતર આવી હાલત થશે : સુપ્રીમ કોર્ટ

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

એક મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કોરોનાની મહામારી અને ખેડૂતો આંદોલનને લઈને ચિંતા વ્યક્ત કરતા રહ્યું કે ખેડૂત આંદોલન 2020માં દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ઉત્પન્ન થયેલી તબલીગી જમાત જેવી સ્થિતિ બની શકે છે. સુપ્રીમ કોર્ટે સરકારને એમ પણ પુછ્યું કે શું આંદોલનમાં ખેડૂત કોરોના સંક્રમણના પ્રસારની વિરુદ્ધ કોઈ ખાસ તકેદારી દાખવી રહ્યા છે.

 • કોર્ટ દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટીસ જારી કરી ચૂકી છે
 • પ્રદર્શન સ્થળે કોરોનાને લઈને શું પગલા ભરવામાં આવ્યા?- કોર્ટ
 • બેચમાં જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમ પણ સમાવિષ્ટ છે

પ્રદર્શન સ્થળે કોરોનાને લઈને શું પગલા ભરવામાં આવ્યા?- કોર્ટ

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસએ બોબડેની અધ્યક્ષતા વાળી બેંચે ગુરુવારે સુનવણી કરતા કહ્યું કે દિલ્હીમાં સીમાઓ પર ખેડૂત આંદોલન સ્થળો પર કોરોના સંક્રમણના મામલા વધી શકે છે.
બાર એન્ડ બેંચ ડોટ કોમની રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારને કોર્ટે એ બાબતે પણ અવગત કરાવવાનું કહ્યું કે આંદોલન સ્થળો પર સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન સુનિશ્ચિત કરવા માટે પગલા ભરવામાં આવ્યા છે.

બેચમાં જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમ પણ સમાવિષ્ટ છે.

સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેચમાં જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમ પણ સમાવિષ્ટ છે. બેંચ તરફથી જમ્મુ – કાશ્મીરના વકીલ સુપ્રિયા પંડિત દ્વારા દાખલ અરજી પર સુનવણી થઈ રહી હતી. અરજીકર્તાઓએ હજારો લોકોના સ્વાસ્થ્યને લઈને સંકટ ઉત્તપન્ન થવાને લઈને કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે.

અરજદાર વકીલે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તે ગત વર્ષ નિજામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક આયોજનથી વધેલા કોરોના સંક્રમણના મામલામાં મરકજના પ્રમુખ મૌલાના સાદની ધરપકડ કરવામાં નિષ્ફળ કરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને એમ જણાવવા કહ્યું કે ખેડૂત આંદોલન સ્થળો પર કોરોનાના પ્રસારને રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. આ પહેલા કોર્ટ દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટીસ જારી કરી ચૂકી છે.

Source link


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares