ડીસામાંથી ફરી ઝડપાયું 10 લાખથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ, ચાર લોકોની અટકાયત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

બનાસકાંઠા જિલ્લામાં ફરી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ડીસા તાલુકા પોલીસે ટેટોડા ગૌશાળા પાસેથી મેફેડ્રોન ઝડપી પાડ્યું છે. કુલ 117.570 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તેમજ ચાર શખ્સો સાથે 15 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીસા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાંથી હાલમાં મુંદ્રા પોર્ટ પરથી 21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું, જે બાદ મુંબઈમાં બનેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ કિસ્સામાં ફરી એકવાર ડ્રગ્સ કેસમાં ગુજરાતનું નામ ખુલ્યું છે. ગુજરાતમાંથી મળેલા ડ્રગ્સના કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

ડીસામાંથી રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હોવાની ખબરો સામે આવી રહી છે. આ ડ્રગ્સ ટેટોડા ગૌશાળા પાસેથી મળી આવ્યું છે 117.570 ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 11,75,700નું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે 4 લોકોની ધરપકડ કરીને કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેમની પૂછપરછ દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સ લાવવાના કિસ્સામાં અન્ય કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે , આ પૂર્વે 28 ઓકટોબરના રોજ રાજ્યના દરિયાકાંઠે ડ્રગ્સની જપ્તી વચ્ચે બનાસકાંઠામાં 26 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. રાજ્યમાં હવે શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તાર સુધી ડ્રગ્સની હેરાફેરી વધી છે.ત્યારે પોલીસ હવે આ દૂષણ અટકાવવા માટે વધુ સતર્ક બની હોય તેમ લાગી રહ્યું છે.

પાલનપુર SOGએ બાતમીના આધારે પાલનપુરના એરોમા સર્કલ પાસેથી 260 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું.આ સાથે જ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવામાં આવતી હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. આવામાં પોલીસને તપાસ દરમિયાન મોટી સફળતા મળી છે. રિપોર્ટ્સ મુજબ આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવા ખુલાસા થઈ રહ્યા છે કે મેફેડ્રોન ડ્રગ્સનું રો-મટિરિયલ હતું અને તેને મુંબઈથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યું હતું. આ રો-મટિરિયલમાંથી ડ્રગ્સ તૈયાર કરવા માટે રાજસ્થાનમાં મોકલવામાં આવી રહ્યું હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •