ડેડીયાપાડા: ખાતે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તેમજ સંસદ મનસુખભાઈ વસાવા ની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકાનાં 22 ગામોમાં તાપી આધારિત સિંચાઈ યોજના કાર્યરત થવાની છે, તે અંગેની માહિતી આપવામાં આવી

SHARE WITH LOVE
 • 50
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  50
  Shares

ડેડીયાપાડા: આજ રોજ ડેડીયાપાડાના જંગલ ખાતાના રેસ્ટ હાઉસ ખાતે શ્રી ગણપતસિંહ વસાવા (Ganpatsinh Vasava), આદિજાતિ વિભાગના વન અને પર્યાવરણ મંત્રીશ્રી, ગુજરાતરાજ્ય ,તેમજ ભરૂચ જીલ્લા સંસદ મનસુખભાઈ વસાવા (Mansukhbhai Vasava) ની પેરક ઉપસ્થિતિમાં ડેડીયાપાડા તાલુકાનાં 22 ગામોની અંદર તાપી આધારિત સિંચાઈ યોજના કાર્યરત થવાની છે, તે અંગેની માહિતી આપવામાં આવી તથા તારીખ ૫ ડિસેમ્બર 2020 ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આ આ યોજનાનું ખાતમુર્હૂત કરવા ઉમરપાડા મુકામે પધારવાના હોય તે અંગે ઉપસ્થિત રહેલા 22 ગામોના આગેવાનો તથા સરપંચશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Minister Ganpatsinh Vasava

આ પ્રસંગે સંસદ મનસુખભાઈ વસાવા સાથે માજી. મંત્રીશ્રી મોતીલાલ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી શંકરભાઇ વસાવા તથા નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રણજીતભાઈ ટેલર, નર્મદા જિલ્લાના મહામંત્રીશ્રી રમેશભાઈ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ વસાવા, મહામંત્રીશ્રી ધરમસિંહભાઈ વસાવા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

MP Mansukhbhai Vasava

Source:


SHARE WITH LOVE
 • 50
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  50
  Shares