તમારા ઘરમાં પણ કોરોનાના દર્દી છે? તો પોતાની જાતને બચાવતા કરો આ રીતે સારસંભાળ

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

સીડીસીએ ઘર પર દર્દીઓની સારસંભાળ કરી રહેલા લોકો અને ઘરના સભ્યો માટે ગાઈડલાઈન જારી કરી છે.

 • દર્દીઓની સારસંભાળ કરી રહેલા લોકો માટે ગાઈડલાઈન જારી કરી
 • ખાનપાનનું ધ્યાન રાખો અને ખૂબ પ્રવાહી પદાર્થ પીવડાવો
 • દર્દીનો રુમ અને બાથરુપ અલગ હોવું જોઈએ

દર્દીઓની સારસંભાળ કરી રહેલા લોકો માટે ગાઈડલાઈન જારી કરી

હોસ્પિટલોમાં બેડ ખાલી નહોવાથી અનેક દર્દીઓની સારવાર ઘરે થઈ રહી છે. સીડીસીએ ઘર પર દર્દીઓની સારસંભાળ કરી રહેલા લોકો અને ઘરના સભ્યો માટે ગાઈડલાઈન જારી કરી છે.

ખાનપાનનું ધ્યાન રાખો અને ખૂબ પ્રવાહી પદાર્થ પીવડાવો

તમને ડોક્ટર દ્વારા આપવામાં આવેલી તમામ દવા અંગે જાણ જોવી જોઈએ. ડોક્ટરના સંપર્કમાં રહો અને તેમણે આપેલા નિર્દેશોનું પાલન કરો. દર્દીના ખાનપાનનું ધ્યાન રાખો અને ખૂબ પ્રવાહી પદાર્થ પીવડાવો. તેમજ દર્દીને ખૂબ આરામ કરાવો. ઘરમાં દર્દી છે જેથી સામાન ઓનલાઈન મંગાવો.

પાલતુ પ્રાણી દર્દીના સીધા સંપર્કમાં ન આવે

જો તમે કોઈ પાલતુ પ્રાણી પાળ્યુ છે તો તેનુ પણ ધ્યાન રાખો કે તે દર્દીના સીધા સંપર્કમાં ન આવે. જો દર્દીમાં ગંભીર લક્ષણો દેખાય. જેમને તેને શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. પથારીમાંથી ઉઠી નથી શકી રહ્યા. તેવામાં ડોક્ટરને જાણ કરી તેમની સલાહથી નિર્ણય લો.

દર્દીનો રુમ અને બાથરુપ અલગ હોવું જોઈએ

દર્દીની સાથે કોઈ પણ શારીરિક સંપર્ક ન રાખો. કોરોના એક બીજાના સંપર્કમાં આવવા, દર્દીના ડ્રોપલેટ્સ, તેમના ખાંસવા અથવા છીંકવાથી તેજીથી ફેલાય છે. એટલા માટે તેમનાથી 6 ફુટનું અંતર રાખો. દર્દીની સારસંભાળ રાખનારને પહેલાથી કોઈ બિમારી ન હોય તે ખાસ જરુરી છે. દર્દીનો રુમ અને બાથરુપ અલગ હોવું જોઈએ. દર્દીની રુમની બારી ખુલ્લી રાખો જેથી વેન્ટિલેશન બનેલુ રહે.

હાથ ધોયા વગર આંખ, નાક અને મોઢાને ન અડો

દર્દીને તેના રુમમાં જમવાનું આપો. તેની સારવાર કરનારા લોકો ગ્લોવ્ઝ પહેરવા જ્યારે તેમના વાસણ ઉઠાવી રહ્યા હોય અને તેને સાબુ અને ગરમ પાણીથી ધોવા જોઈએ. ગ્લવ્ઝ ઉતારીને હાથ સારી રીતે સાબુથી 20 સેકન્ડ સુધી ધોવો. હાથ ધોયા વગર આંખ, નાક અને મોઢાને ન અડો. સારસંભાળ રાખી રહેલા વ્યક્તિએ પણ પોતાનો ગ્લાસ, કપ, તકિયા અથવા કોઈ પણ વસ્તુ કોઈનીસાથે શેર ન કરવુ જોઈએ. ઘરના તમામ સભ્યોએ માસ્ક પહેરવુ જોઈએ. પોતાનું માસ્ક સમય સમય પર બદલતા રહેવુ જોઈએ.

Source link


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares