દરેક વ્યક્તિ થશે ઓમીક્રોનથી સંક્રમિત, બૂસ્ટર ડોઝ પણ નહીં રોકી શકેઃ ડૉ.જયપ્રકાશ

SHARE WITH LOVE

કોવિડ-19 નું ઓમીક્રોન વેરિઅન્ટ ઓલમોસ્ટ અનસ્ટોપેબલ મનાય છે. તે મોટાભાગની વસ્તીને સંક્રમિત કરશે એવું મેડિકલ નિષ્ણાતનું કહેવું છે. મેડિકલ ક્ષેત્રના એક ટોચના સરકારી નિષ્ણાતે મીડિયા સાથેની વાતચીતમાં આ વાત સમજાવી છે. તેમણે ભાર દઈને કહ્યું કે, કોવિડ હવે ભયંકર રોગ નથી. નવા વેરિયંટની અસર ઘણી ઓછી છે અને ઘણા ઓછા લોકોને હોસ્પિટલમાં એડમીટ કરવાની ફરજ પડી છે.

ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજી ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશ મુલિયેલે કહ્યું, ‘ઓમીક્રોન એક એવો રોગ છે જેનો આપણે સામનો કરી શકીએ છીએ. આપણામાંથી ઘણાને ખબર પણ નહીં હોય કે આપણને તેનો ચેપ લાગ્યો છે. કદાચ 80 ટકાથી વધુ લોકોને ખબર પણ નહીં હોય કે આપણી સાથે આવું ક્યારે થયું? ડૉ. મુલિયલે કહ્યું કે તેઓ રોગચાળાની નૈસર્ગિક પ્રગતિને અટકાવશે નહીં શકાય. લક્ષણ વગરના એટલે કે એસિમ્પ્ટોમેટિક ક્લોઝ કોન્ટેક્ટના ટેસ્ટિંગ સામે અભિપ્રાય આપતાં કહ્યું કે વાઈરસનો ચેપ માત્ર બે દિવસમાં બમણો થઈ રહ્યો છે. તેથી જ્યાં સુધીમાં ટેસ્ટ તેની હાજરી બતાવશે કે વ્યક્તિ પહેલાથી ઈન્ફેક્ટેડ છે, ત્યાં સુધીમાં તે વ્યક્તિના સંપર્કમાં આવેલાથી ચેપની સંખ્યા વધી જશે. લોકો સુધી પહોંચ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ ટેસ્ટ કરાવવા માટે જાય છે ત્યારે એની પાછળ પણ બીજા ઘણા માણસો હોય છે. મહામારી વકરવામાં આનાથી ખાસ કોઈ ફર્ક નહીં પડે.

લોકડાઉન અંગે તેમણે કહ્યું કે આપણે લાંબા સમય સુધી ઘરમાં બંધ રહી શકીએ નહીં. તે સમજવાની જરૂર છે કે ઓમીક્રોનની અસર ડેલ્ટા વેરિયન્ટ કરતા ઘણી ઓછી છે. દેશમાં વેક્સીન આવી એ પહેલા લગભગ 85% ભારતીયો સંક્રમિત થઈ ચૂક્યા હતા. આવી સ્થિતિમાં, વેક્સીનનો પ્રથમ ડોઝ પ્રથમ બૂસ્ટર ડોઝ જેવો હતો. કારણ કે મોટાભાગના ભારતીયોમાં નેચરલ ઈમ્યુનિટી હતી.

ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે, ત્રીજી વેવ શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પણ જોખમ ઓમીક્રોનને લઈને છે. કારણ કે, તે કોરોના કરતા વધારે ગતિથી ફેલાઈ રહ્યો છે. દિલ્હી અને કોલકાતા જેવા મહાનગરમાં ખાનગી કચેરીઓથી લઈને જીમ, સ્કૂલ, સિનેમા હોલ સહિતના તમામ એકમો બંધ કરી દેવામાં આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ મહારાષ્ટ્ર રાજ્યની છે. સેકન્ડ વેવની જેમ ફરી મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે.

Source:


SHARE WITH LOVE