દર્દીઓનું સ્થળાંતર: તાઉ-તે વાવાઝોડાની આગાહીના પગલે મસ્કાની એન્કરવાલા હોસ્પિટલના કોરોનાના 46 દર્દીઓને ભૂજ ખસેડાયા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • તમામને સલામતીના ભાગરૂપે ભૂજની સમરસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા

આગામી 18મી તારીખે કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠે ટકરાનારા સંભવિત તાઉ-તે વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામા આવી છે. ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકા મસ્કા સ્થિત એન્કરવાલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડના 46 દર્દીઓને પણ સલામતીના ભાગરૂપે ભુજ ખસેડવામા આવ્યા છે.

સંભવિત તાઉ’તે વાવાઝોડાના પગલે તંત્ર લોકોની સુરક્ષા માટે કાર્યશીલ બન્યું છે. જેના ભાગરૂપે કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી બાદ હવે સાવચેતીના ભાગરૂપે સંભવિત અસર પામે તેવા લોકોને કોરોનાની ગાઇડલાઇન મુજબ આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં આવી રહયા છે. આજે રવિવારે મસ્કા ખાતેની એન્કરવાલા કોવિડ હોસ્પિટલ સંભવિત વાવાઝોડાની અસર હેઠળ આવતી હોવાથી તકેદારીના ભાગરૂપે તેમાં દાખલ 46 દર્દીઓને ભુજની સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ 18 તારીખે કચ્છ પર વાવાઝોડાની સંભાવનાના પગલે સલામતીના ભાગરૂપે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને કોરોનાના દર્દીઓ પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં આજે મસ્કા ખાતે આવેલી એન્કરવાલા કોવીડ હોસ્પિટલ દરિયા કિનારાથી ખુબ નજીક હોવાથી અગમચેતીના પગલે કોરોના બીમારીના 46 જેટલા દાખલ દર્દીઓ માટે ભુજ ખાતેની સમરસ હોસ્પિટલમાં એમયુલન્સ મારફત ખસેડવામાં આવ્યા છે.

કોરોના દરસીઓમાં 46માંથી 8 દર્દી બાયપેપ પરના છે . દર્દીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ જોશી , નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિના સંકલન હેઠળ ભુજ સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •