દારૂ પકડવા ગયેલી ટીમ પર ત્રિશુલ-તલવાર લઈ મહિલા તૂટી પડી મહિલા કહ્યું-કાપી નાંખીશ

SHARE WITH LOVE

દારૂબંધીને લઈને વિવાદ માત્ર ગુજરાતમાં જ થાય છે એવું નથી. બિહારમાંથી પણ અનેક એવા કિસ્સાઓ આવ્યા છે જેમાં કડક અમલવારી કરાવવા સામે પોલીસને કડવો અનુભવ થયો હોય. બિહારમાં દારૂબંધીને લઈને જોરશોરથી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જુદા જુદા વિસ્તારમાં પોલીસ આકરી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યમાં દારૂબંધીને કડક રીતે લાગુ કરવા માટે વહીવટીતંત્રને આદેશ આપી રહ્યા છે. પરંતુ આ વીડિયોમાં ગ્રાઉન્ડ લેવલ પર નશાબંધીને રોકવા જઈ રહેલી ટીમને લોકોનો કેવી રીતે સામનો કરવો પડે છે. એવો પુરાવો મળ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બિહારનો છે.

વીડિયોમાં એક મહિલા રણચંડી બની ગઈ છે. એક હાથમાં ત્રિશુલ અને એક હાથમાં તલવાર સાથે મહિલા પોલીસ અધિકારીઓને ધમકી આપી રહી છે. દરમિયાન, મહિલા પોલીસ અધિકારીઓ સામે તલવાર ચલાવી રહી છે. ગુસ્સે થયેલી મહિલા હાથમાં તલવાર અને ત્રિશૂળ લઈને અધિકારીઓ પર ગુસ્સે થઈ ગઈ છે. ઓફિસર કહે છે કે, હત્યાનો કેસ થશે. મહિલા કહે છે કે મારે એક યુવાન પુત્રી છે. મહિલા કહે છે કે સરકાર મને ખાવાનું આપશે? મારો માણસ બહાર છે. શું કરીશું, ચોરી કરીશું.. શું અમે મરી જઈએ?

બિહારમાં દારૂબંધી બાદ બુટલેગરનું જુથ ખૂબ જ સક્રિય થઈ ગયું છે. જે એટલા મજબૂત થઈ ગયા છે કે પોલીસ તંત્રને પણ ગાંઠતી નથી. પોલીસ ટીમ પર હુમલો કરી દે છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. અનેક કિસ્સાઓમાં પોલીસકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા છે.

दारू पकड़ने गए तब काली अवतार में दिखी महिला@RJDforIndia @ANI pic.twitter.com/JtleiFVVJ2 — MANISH KUMAR (@MANISHK93815621) January 7, 2022

આમ છતાં દારૂ માફિયાઓને રોકવાના વહીવટીતંત્રના પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. બિહારમાં, ભૂતકાળમાં, ઘણા જિલ્લામાં દારૂના કારણે ઘણા લોકોના મોત થયા હતા, ત્યારબાદ સરકારે મોટાપાયે દારૂબંધી અભિયાન શરૂ કર્યું હતું. એટલું જ નહીં, આ દરમિયાન સરકારી કર્મચારીઓને દારૂ નહીં પીવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. તેમ છતાં બિહારમાં દારૂબંધીની સ્થિતિ એવી છે કે દરરોજ દારૂની ક્યાંકને ક્યાંક બોટલ્સ મળી જાય છે. ઘણી વખત શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓ દારૂ પીતા પકડાય છે. બિહારમાં 2016 થી દારૂબંધી કાયદો અમલમાં છે, પરંતુ દર વર્ષે નકલી દારૂ પીવાથી ઘણા લોકો મૃત્યુ પામે છે. પણ હાલ તો સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરશોરથી શેર થઈ રહ્યો છે.

Source:


SHARE WITH LOVE