દાર્જિલિંગથી મોરારી બાપૂએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને શુભેચ્છાઓ પાઠવી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને રામાયણ કથાકાર મોરારી બાપૂએ મુખ્યમંત્રી પદે વરણી-નિયુક્તિ અંગેની શુભેચ્છાઓ પાઠવી છે. મોરારી બાપૂ હાલ દાર્જિલિંગમાં રામકથા માટે ગયા છે ત્યાંથી તેમણે મુખ્યમંત્રીને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સેવા કરવાની મળેલી આ તક સફળ અને સુફળ રહે તે માટે તેમણે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર સંભાળ્યો હતો. ભુપેન્દ્ર પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રી કાર્યાલય પહોચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.

આ અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતે પણ સ્તુતિ મંત્ર ગાન શ્રદ્ધાપૂર્વક કર્યુ હતું અને દાદા ભગવાનના ચરણોમાં નમન કરી મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો. નવનિયુકત મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને તેઓ મળ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ ભુપેન્દ્ર પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યક્ત કરી હતી.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •