દિલ્હી : કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ અહીં આવ્યા સાઈડ ઈફેક્ટના 51 કેસ, એક દર્દીને કરાયો એડમિટ

SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  19
  Shares

દેશભરમાં ગઈકાલથી કોરોના વેક્સીનેશનનો પ્રારંભ થયો ત્યારે પહેલાં દિવસે જ સાઉથ દિલ્હી અને સાઉથ વેસ્ટ દિલ્હીમાં સૌથી વધુ સાઈડ ઇફેક્ટના કેસ મળ્યા. 2 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લીધા બાદ છાતીમાં દુઃખાવો થયો તો અન્ય 11ને ગભરામણની ફરિયાદ સાથે કુલ 51 કેસ દિલ્હીમાં મળ્યા. એક વ્યક્તિને એડમિટ પણ કરાયો હતો.

 • દેશભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ
 • દિલ્લીમાં વેક્સિન લીધા બાદ 51 લોકોને આડઅસર
 • એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
 • મોટા ભાગના લોકોમાં ગભરામણ થવાના કિસ્સા

દેશભરમાં ગઈકાલથી કોરોના વેક્સીનેશનની શરૂઆત થઈ છે.
આ અભિયાન હેઠળ પહેલા દિવસે 1,65,714 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં રાજધાની દિલ્હીમાં કોરોના વેક્સિનની સાઈડઇફેક્ટના 51 કેસ સામે આવ્યા છે. તો એક વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. દિલ્હીમાં વેક્સીનેશન અભિયાનના પહેલા દિવસે 4319 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી.

આ બાબતોની ફરિયાદ જોવા મળી

વેક્સિનની સામાન્ય સાઈડ ઈફેક્ટની સાથે સાઉથ દિલ્હી અને સાઉથ વેસ્ટ દિલ્હીમાં સૌથી વધારે પરિણામો જોવા મળ્યા છે. બંને વિસ્તારોમાં 11 કેસ આવ્યા છે. એનડીએમસીના આધારે ચરક નગરપાલિકા હોસ્પિટલના 2 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપ્યા બાદ સામાન્ય સાઈડ ઇફેક્ટ જોવા મળી હતી. આ બંનેને છાતીમાં દુઃખાવવાની ફરિયાદ હચી. બંનેને ટીમની નજર હેઠળ રખાયા. સામાન્ય સ્થિતિ બાદ તેમને રજા આપવામાં આવી.

લાભાર્થીઓના લિસ્ટને અપડેટ કરવામાં આવી રહી છે સમસ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે વેક્સીનેશનના પહેલા દિવસે લાભાર્થીઓના લિસ્ટને અપડેટ કરવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. આ સિવાય અન્ય જગ્યાઓએ સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન લગાવાઈ તો તેમના નામ નામાંકિત ન હતા. બંને બાબતોનું નિદાન કરાયું છે. પહેલા દિવસે દેશમાં 16755 વેક્સીનેટર હતા જ્યારે 1 લાખ 90 હજારથી વધુ લાભાર્થી છે.

સ્વાસ્થ્યમંત્રીએ કહી આ વાત

દેશમાં વેક્સીનેશનના પહેલા દિવસે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આપણે સફળતાની તરફ આગળ વધી રહ્યા છીએ. સાથે મળીને કોરોના સાથે લડી રહ્યા છીએ. આપણે તૈયારી સાથે વેક્સીનેશન શરૂ કર્યું છે. રાજ્યો તરફથી જે ફીડબેક મળી રહ્યો છે તે સારો છે. આ વર્ષે આપણે કોરોનાની લડાઈમાં જીત મેળવી શકીશું.

Source link


SHARE WITH LOVE
 • 19
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  19
  Shares