દિવાળીને લઈ રેલવે તંત્ર અમદાવાદથી દોડાવશે 5 વિશેષ ટ્રેનો, જાણો કયા સમયે કઈ ટ્રેન ઉપડશે

SHARE WITH LOVE

  • દિવાળીમાં વિશેષ ટ્રેનો દોડાવાનો રેલવેનો નિર્ણય
  • મુંબઇ અમદાવાદ તેજસ એક્સપ્રેસમાં કોચ લગાવાશે
  • કોવિડ ટેસ્ટીંગ અને વેક્સિનની વ્યવસ્થા રખાશે

દિવાળીને લઈને રેલવે તંત્ર દ્વારા એક્શન પ્લાન કર્યો જેનાથી દિવાળી પર પેસેન્જરોને અવર જવર કરવામાં હાલાકીનો સામનો ન કરવો પડે જે માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે પ્રશાસન તરફથી લેવામાં આવ્યો છે દિવાળી નિમિત્તે રેલવે તંત્ર દ્વારા સ્પેશિયલ અમદાવાદ થી પાંચ ટ્રેનો દોડાવવામાં આવશે અમદાવાદ થી કાનપુર ની સ્પેશિયલ ટ્રેન પણ મૂકાઈ છે જે બપોર દરમિયાન ઉપડશે આ સાથે મુંબઈ થી અમદાવાદ જતી તેજસ ટ્રેન ની કોચમાં પણ વધારો કરવામાં આવે છે દિવાળી સ્પેશિયલ ટ્રેન 26 ઓક્ટોબર થી કાલુપુર રેલવે સ્ટેશન પરથી શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે દિવાળીને લઈને આ વર્ષે પેસેન્જરોના રિઝર્વેશનમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે રેલવે તંત્રએ તમામ પેસેન્જરો માટે કોઈ ગાઇડલાઇન મુજબ ની વ્યવસ્થા કરી છે વેક્સિન અને કોરોના ટેસ્ટ ની વ્યવસ્થા પણ રેલવે સ્ટેશન પર પેસેન્જરો માટે કરવામાં આવી છે

રેલ્વે તંત્ર દ્વારા 5 વિશેષ ટ્રેન ની વ્યવસ્થા જુઓ કઈ?

  • -ટ્રેન નંબર 09191 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ દર બુધવારે 19.25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 22.20 કલાકે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2021 સુધી ચાલશે.
  • -ટ્રેન નંબર 09193 બાન્દ્રા ટર્મિનસ – મઉ સ્પેશિયલ દર મંગળવારે 10.25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને ત્રીજા દિવસે 9.00 કલાકે મઉ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી ચાલશે.
  • -ટ્રેન નંબર 09187- સુરતથી મંગળવારે સાંજે 7.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.10 વાગ્યે કરમાલી પહોંચશે. આ ટ્રેન સુરતથી દર મંગળવારે સાંજે 7.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11 વાગ્યે કરમાલી પહોંચશે.
  • -ટ્રેન નંબર 09117 સુરત – સુબેદારગંજ સ્પેશિયલ દર શુક્રવારે સવારે 6 વાગ્યે સુરતથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7.50 વાગ્યે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી ચાલશે.
  • -ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી દર મંગળવારે 3.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.55 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચાલશે

મહત્વનું છે કે દર દિવાળી એ નાગરિકો હેરાન ન થાય માટે રેલ્વે પ્રશાસન દ્વારા વધારવની ટ્રેનો દોડાવી વધારવની સુવિધા આપાય છે ખાસ કરીને જે રૂટ પ્ર સૌથી વધુઈ લોકો જાત્ય હોય તે રૂટ પર સૌથી વધુ ટ્રેન દોડાવાયા છે આમ રેલ્વે પ્રશાસન દ્વારા લેવાયેલ નિર્ણય થી દિવાળી સમયે જતા મુસાફરો ને આશીર્વાદરૂપ બની રહેશે

Source link


SHARE WITH LOVE