દેશના 10 રાજ્યોમાં ફેલાયો બર્ડ ફ્લૂ

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

પક્ષીઓમાંથી આ રોગના સૂક્ષ્‍મજીવો માનવોમાં ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના

કેન્દ્રે બર્ડ ફ્લૂ દેશના 10 રાજ્યમાં ફેલાયો હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું અને જળાશયો, પક્ષીઓની બજારો, પ્રાણીબાગ, મરઘાં-બતકાં ઉછેર કેન્દ્રો ખાતે તકેદારી વધારવાની રાજ્યોને સૂચના આપી હતી. ગુજરાતના વલસાડ, વડોદરા અને સુરત તેમ જ રાજસ્થાનના ભીલવાડા, ટોંક અને કરૌલીમાં કાગડા અને યાયાવરના અસામાન્ય રીતે મૃત્યુ થયા હતા.

મહારાષ્ટ્રમાં ઍવિયન ઇન્ફ્લુઍન્ઝાથી મુંબઈ, થાણે, દાપોલી, બીડમાં અનેક કાગડાના અસામાન્ય રીતે મૃત્યુ થયા છે.આ ઉપરાંત, પરભણી જિલ્લાના મરઘાં-બતકાં ઉછેર કેન્દ્રમાં ઍવિયન ઇન્ફ્લુઍન્ઝા ફેલાયો છે.
પશુ સંવર્ધન અને ડેરી વિભાગે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં 11 જાન્યુઆરી સુધીમાં 10 રાજ્યમાં ઍવિયન ઇન્ફ્લુઍન્ઝા ફેલાયો છે.

ગુજરાત, રાજસ્થાન, કેરળ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે. કેન્દ્રે રાજ્યોને સંબંધિત ખોટી માહિતી ફેલાતી રોકવા અને જાગૃતિ લાવવા માટે તેમ જ પક્ષીઓના મૃતદેહોના યોગ્ય નિકાલ માટે પણ સૂચના આપી હતી. કેન્દ્રે કહેવાતા બીમાર પક્ષીઓની કતલ પીપીઇ કિટ્સ પહેરીને સલામત સાધનોની મદદથી સુરક્ષિત રીતે કરવાની સૂચના રાજ્યોને આપી હતી. પક્ષીઓમાંથી આ રોગના સૂક્ષ્‍મજીવો માનવોમાં ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઇ હતી.

Source link


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares