દેશમાં વિશ્વનો સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ થવા જઈ રહ્યું છે, રાજ્ય સરકારો ધ્યાન રાખે કે…, ક્લિક કરીને વાંચો શું કહ્યું વડાપ્રધાન મોદીએ
વડાપ્રધાન મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રસીકરણની તૈયારીઓ અંગે ચર્ચા કરી અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે આ રસી કોરોના વોરિયર્સને પહેલાં આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોના સામેની લડાઈના નિર્ણાયક તબક્કે પહોંચી ગયા છે. આપણે 16 તારીખથી વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે જે બે રસીઓને મંજૂરી આપી છે તે બંને ભારતમાં બનાવવામાં આવે છે. આ સાથે ભારત જેવી પરિસ્થિતિને આધારે એક મોટી રાહતની વાત છે કે આ રસીઓને અગાઉ મંજૂરી આપવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે જે રસીઓને મંજૂરી મળી છે તે સિવાય અન્ય ચાર રસી પણ પાઇપલાઇનમાં છે.
આ આપણને ભવિષ્ય માટે સારી મદદ કરશે. પીએમ મોદીએ કહ્યું કે નિષ્ણાંતો દેશવાસીઓને યોગ્ય રસી આપવા તે તમામ તકેદારી રાખી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં દરેક રાજ્યોને કહ્યું હતું કે રસીકરણ અંગે કે રસીની અસરો વિશે કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાય નહીં. લોકો સુધી સચોટ જાણકારી જ પહોંચે તે વાતની તકેદારી રાખવામાં આવે. તેમણે આ ઉપરાંત ગુજરાત સહિત 9 રાજ્યોમાં નોંધાયેલા બર્ડ ફ્લુ અંગે પણ સરકારોને સતર્ક રહેવા અને યોગ્ય પગલા ભરવા કહ્યું હતું.