ધ્રાંગધ્રાના ઘનશ્યામગઢમાં ગેરકાયદે ખનન, કચ્છના અધિકારીની સંડોવણીની રાવ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ધ્રાંગધ્રા તાલુકા સહિત ગુજરાત ના સમગ્ર જીલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન ચાલુ છે થાનગઢમા કાબોઁસેલ, ભરૂચ માં સિલિકા સેન્ડ નું ખાનન, સુરેન્દ્રનગર – વઢવાણમાં રેતી ચોરી, સાયલા(સડલા)મા સફેદમાટી, ધ્રાંગધ્રા પંથકમાં પથ્થર અને સફેદ સોના જેટલી કિમતી સફેદમાટીનુ ખનન છેલ્લા કેટલાક સમયથી થઇ રહ્યુ છે.

ધ્રાંગધ્રા તાલુકામા મુખ્ય ઘનશ્યામગઢ સફેદમાટીના હબ ગણાય છે. અનેક વખત અહિ ગેરકયદેસર ચાલતા ખૂનની ફરિયદો ઉચ્ચસ્તરે કરવામા આવી છે પરંતુ અહિ સફેદમાટીના ખની કરતા ભુમાફીયા એટલા વગ ધરાવે છે કે યેનકેન પ્રકારે ખાણ-ખનીજ અધિકારીઓ તેનાથી દબાય છે. હાલમાં ઘનશ્યામગઢ ખાતે ચાલતા સફેદમાટીના ખાનને લઇને અનેક બુમરામણો ઉઠવા પામી છે. પરંતુ કહેવાય છે કે હાલ ચાલતા સફેદમાટીના ખનનમા કચ્છ જીલ્લાના પીએસઆઇ પોતે જ ભાગમાં હોવાનુ ચચાઁ રહ્યુ છે જોકે આ બાબતે ધ્રાંગધ્રાના સામાજીક કાયઁક્રમ ઉમેશભાઇ સોલંકી તથા નંદલાલ દ્વારા તંત્રને લેખીત રજુઆત કરાઇ છે જેમા સ્પષ્ટપણે જણાવ્યુ છે કે ઘનશ્યામગઢ ગામે છેલ્લા કેટલાક સમયથી સફેદમાટીના ખની થાય છે અને તંત્રની મીઠી રહેમનજર હેઠળ જ આ સમગ્ર ધંધો ચાલી રહ્યો છે.

આ લેખીત રજુઆત બાદ ધ્રાંગધ્રાના મામલતદાર પોતે ઘનશ્યામગઢ ગામે ચેકીંગમા ગયા હતા પરંતુ તેઓને બધુ જ બરાબર લાગતા કોઇ કાયઁવાહી કરાઇ નથી. ત્યારે સામાજીક કાયઁકરો દ્વારા લેખીત રજુવાતની કડક પણે કાયઁવાહી થાય તેવી માંગ કરી છે. ઘનશ્યામગઢ ખાતે ચાલતા ગેરકાયદેસર સફેદમાટીના ખનન કરવા ત્રણ જેટલા હિટાચી મશીનો ઉતારી દેવાયા છે. તંત્રના એક પણ અધિકારી અહિ ડોકાવાનુ નામ કેમ નથી લેતા ? કેટલાય વષોઁથી ચાલતા ગેરકાયદેસર સફેદ માટીના ખનનના ખેલ પર ક્યારે પુવઁ વિરામ લાગશે ?

Source: Part of Post


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •