નર્મદા જિલ્લાના ૩૯ ગામોમાં ” કિસાન સૂર્યોદય યોજના ” નું શુભારંભ તથા ₹ 152.86 કરોડના પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે

SHARE WITH LOVE
 • 1.6K
 • 595
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.2K
  Shares

આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાળા ખાતે નર્મદા જિલ્લાના ૩૯ ગામોમાં ” કિસાન સૂર્યોદય યોજના ” નું શુભારંભ તથા નર્મદા જિલ્લાના નાગરિકો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ₹ 152.86 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત ગુજરાત રાજયના માનનિય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યું. જેમાં મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય-ભરૂચ લોકસભા ઉપસ્થિત રહેવાનું થયું.

આ કિસાન સૂર્યોદય યોજનાથી આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના ૩૯ ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. જેથી ખેડૂત વધુ સારી રીતે દિવસે કામ કરી શકશે, ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે. ખેડૂત રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી વધુ સમૃદ્ધ બનશે. જેનાથી ખેડૂત સમૃદ્ધ તો ખેતી સમૃદ્ધ, ખેતી સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ થશે અને ગુજરાત સમૃદ્ધ બનશે.

આ પ્રસંગે ગુજરાત રાજયના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય-ભરૂચ લોકસભા, સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ.આદિજાતિ કલ્યાણમંત્રી શબ્દશરણભાઈ તડવી, ટ્રાઈબલ આયોગના ડાયરેક્ટર તથા પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.


SHARE WITH LOVE
 • 1.6K
 • 595
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.2K
  Shares