નર્મદા જીલ્લાના વિવિધ વિકાસના કામોમાં બહારના કોન્ટ્રાક્ટરો કામ કરી જતા રહે છે ભૂલ કોણ સુધારશે : મનસુખ વસાવા

SHARE WITH LOVE
 • 54
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  54
  Shares

બહારના કોન્ટ્રાક્ટરો અહીંયા કોઈને ગાંઠતા ન હોવાનો મનસુખ વસાવા (Mansukh Vasava)ના આક્ષેપ.

રાજપીપળામાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે બહારના કોન્ટ્રાક્ટરો અહીં કોઇને ગાંઠતા નથી,ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે બહારના કોન્ટ્રાક્ટરો કામ કરી જતા રહે છે.ત્યારે નાની મોટી ભૂલો કોણ સુધારશે ?. રાજપીપળામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેનરાઠવા,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ સહીત પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેક્ટનો પૂજા વિધિ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે બહારના કોન્ટ્રાક્ટરો પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે.ત્યારે કોન્ટ્રાક્ટર પાણી નાખવામાં પણ કચાસ રાખી છે. મેં આ બાબતે રાજપીપળા પાલિકા પ્રમુખ,પાલિકા મુખ્ય અધિકારીને રજૂઆત પણ કરી છે. બહારના કોન્ટ્રાક્ટરો અહીં કોઇને ગાંઠતા નથી. વિકાસ નું કામ ગુણવત્તાયુક્ત થાય છે એ જોવાની જવાબદારી શહેરની જનતાને પણ છે.ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ જ કામો કરવામાં આવે છે. પણ નર્મદા જિલ્લાના સક્ષમ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક એજન્સીને જ આ મળવું જોઈએ.


SHARE WITH LOVE
 • 54
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  54
  Shares