નર્મદા : ઝરવાણી ગામ થી ડેડીયાપાડા ના માથાસર ગામ અંદાજીત રૂપિયા ૨૯.૭૭ કરોડના રસ્તાનું ખાર્તમહુર્ત સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજ રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામ થી ડેડીયાપાડા તાલુકાના માથાસર ગામ સુધી જોડતો રસ્તો અંદાજીત રૂપિયા ૨૯.૭૭ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હતો, તે રસ્તાનું ખાર્તમહુર્ત કરવામાં આવ્યું.

આ રસ્તો સાંસદ મનસુખ વસાવા ના જીવનની જે અમુક કાર્ય સિદ્ધીઓ છે, એમાનું આ એક કાર્ય છે, તે આ એક રસ્તો છે, જેના માટે સાંસદ મનસુખ વસાવા ખુબ જ ખુશી અને આનંદની લાગણી અનુભવી છે.

આ રસ્તો બનવાથી ઝરવાણી ગામ અને માથાસર ગામના લોકો પૂરતો લાભદાયી સાબિત નથી થવાનો, પરંતુ આ રસ્તો ડેડીયાપાડા તાલુકાના ડુમખલ, કણજી-વાંદરી, માલ-સામોટ તથા દેવ મોગરા સુધી આ વિસ્તારના સમગ્ર ગામોને રાજપીપલા જવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થવાનો છે અને આ રસ્તો બનવાથી આ વિસ્તારના ગ્રામજનોને ધંધા રોજગાર કરવા માટે ખુબ જ મોટા ફાયદા થશે અને ભવિષ્યમાં આ વિસ્તારનો ખુબ જ મોટા પાયે ડેવલોપ થશે. તેમજ આ વિસ્તારમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ-અલગ પ્રવાસન સ્થળની મુલાકાત લેવા આવનાર પ્રવાસીઓને પણ ખુબ જ ઉપયોગી થશે.

આ ખાર્તમહુર્ત પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સાથે છોટાઉદેપુર લોકસભાના મારા સાથી સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, માજી મંત્રીશ્રી શબ્દશરણભાઈ તડવી તથા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી કેવડીયા, ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણભાઈ તડવી, ઝરવાણી ગામના સરપંચશ્રી તથા માથાસર ગામના સરપંચશ્રી તથા મર્યાદિત સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •