નવનિર્મિત કેવડીયા રેલવે સ્‍ટેશનની મુલાકાત લેતા રાજ્‍યપાલ અને મુખ્‍યમંત્રી

SHARE WITH LOVE
  • 10
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    10
    Shares

કેવડીયા ખાતે રેલવેના વિવિધ પ્રકલ્પોના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા ગુજરાતના રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીનું પરંપરાગત નૃત્‍ય દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સંતો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચારનું ગાન કરવામાં આવ્‍યું હતું.

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા સ્‍ટેશન પરિસરની મુલાકાત લીધી હતી. રેલવેના અધિીઓએ નવીન સ્‍ટેશનની વિગતોથી બન્ને મહાનુભાવોને વાકેફ કર્યા હતા.

દેશના સૌપ્રથમ ડોમગ્રીન બિલ્‍ડિંગ એવા આ સ્‍ટેશનમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની સરદાર સાહેબની 12 ફૂટ ઊંચી રેપ્‍લીકા મૂકવામાં આવી છે. સ્‍ટેશન ખાતે વ્‍યુઇંગ ગેલેરીથી પ્રવાસીઓ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનો નજારો માણી શકશે. આ નવીન સ્‍ટેશનમાં સેલ્‍ ઝોન, ગાર્ડન, બાળકો માટે પ્‍લેઇંગ એરીયા સહિત ફૂડકોર્ટ અને પાર્કિંગની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે.

રેલવે સ્‍ટેશન ખાતે એક્ઝિક્યુટિવ લોંજ, રીટાયરિંગ રૂમ, એ.સી. વેઇટિંગ રૂમ, પ્રવાસી સ્‍વાગત કક્ષ સહિત દિવ્‍યાંગજન અને વરિષ્‍ઠ નાગરિકો માટે રેમ્‍પની સુવિધા ઊભી કરવામાં આવી છે. રેલવે સ્‍ટેશન ખાતે ઇલેકટ્રીક ઇન્‍ડીકેટર, સીસીટીવી કેમેરા સહિત જીપીએસ એનેબલ્‍ડ કલોકની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે.

આ મહાનુભાવોની મુલાકાત વેળાએ છોટા ઉદેપુર સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવા, મુખ્‍યમંત્રીશ્રીના મુખ્‍ય અગ્ર સચિવ કે.કૈલાસનાથ, સરદાર સરોવર નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્‍તા, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ, કલેક્‍ટરશ્રી ડી.એ.શાહ તથા રેલવેના અધિીઓ હાજર રહયા હતા.


SHARE WITH LOVE
  • 10
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    10
    Shares