નવરાત્રિમાં મહુવાના ગુંદરણા પંથકમાં વીજળીના કડાકા સાથે દોઢ ઈંચ વરસાદ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ા ગુંદરણા ા

મહુવા તાલુકાના ગુંદરણા પંથકમાં દોઢ ઈંચ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે, ગુંદરણા પંથકમાં બપોરના ૩ થી ૪ કલાકે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડતાં ખેતરોમાં કામ કરતા ખેતમજૂરોને બહાર નિકળી જવુ પડયુ હતું.

અત્યારે ખેડૂતોના ખેતરમાં ખરીફ્ સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોના પાકો પાકી ગયા છે, મગફ્ળી ખેડૂતોએ જમીનમાંથી ખેંચી લીધી છે અને કપાસનો વીણવાનું શરૃ હોય વરસાદ આવતાં ખેડૂતોની મગફ્ળી ખેતરોમાં પલળી ગઇ છે.
કપાસ પણ પલળી ગયો હોવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ગુંદરણા પંથકના સાલોલી તથા માલપરા તથા કસાણ તથા કુંભારીયા તથા સમઢીયાળા પટ્ટી તથા ભગુડા વગેરે ગામોમાં વરસાદથી ખેડૂતોના ખેતીપાકોને વ્યાપકપણે નુકસાન થવા પામ્યું છે અને ખેતરમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા અને નદી નાળા છલકાઈ ગયા હતા. કસાણ ગામે કાલંદરી નદીના નાળા ઉપર પાણી વહી રહ્યું હતું ,પુલ ઉપરથી પાણી જતા અવર જવર મુશ્કેલી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •