નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહેલીવાર ઘાટલોડિયા બેઠકથી લડયા અને રાજ્યમાં સૌથી વધુ 1.17 લાખની લીડ જીત્યા હતા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમદાવાદ : ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહેલીવાર ઘાટલોડિયા બેઠકથી લડયા હતા.
2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયા હતા. 2012માં આ બેઠક પહેલીવાર બની હતી જેમાં પહેલીવાર આ બેઠકથી આનંદીબેન પટેલ લડ્યા હતા પછી આ બેઠક ઉપર આનંદીબહેન પટેલ પોતાના સૌથી નજીક હોય ભુપેન્દ્ર પટેલને લડાવ્યા હતા જ્યાં તેઓ સૌથી વધુ લીડથી જીત્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેની છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. 2022 ની ચૂંટણી પેહલા ગુજરાતને 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ CM તરીકે મળ્યાં છે.

શનિવારે વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં હવે ગુજરાતના નવા નાથ કોણ બનશે તેના ઉપર સોનુ ધ્યાન કેન્દ્રિત થયું હતું. નીતિનભાઈ પટેલ, મનસુખ મંડવીયા, આર.સી. ફળદુ, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયા, CR પાટીલના ચાલતા નામો વચ્ચે કમલમ ખાતે કોર કમિટી બાદ ધારાસભ્યોની બેઠક મળી હતી.

જેમાં રવિવારે બપોરે વિજયભાઈ રૂપાણી દ્વારા જ તેમના પુરોગામી તરીકે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •