નાંદોદના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યાને પગલે સાંસદ મનસુખ વસાવાએ કલેકટરને રજૂઆત કરી.

SHARE WITH LOVE

છેલ્લા છ મહિનાથી ગટર તૂટી જતા ગંદુ પાણી આખા ગામમાં ફેલાઈ રહ્યું છે : મોટર મીઠા પાણીના બોરમાં નાખવાને બદલે જુના દૂષિત પાણી વાળા બોરમાં મોટર નાખી દેતા દુષિત પણ પીવા લાયક રહ્યું નથી : ગામલોકો એક કિલોમીટર દૂરથી ચાલીને રસેલા થી પાણી લાવીને પીવે છે.


ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદન આપ્યું છે.તેમાં જણાવ્યું છે કે નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ભારે ગંભીર સમસ્યા છે.આ બંને સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.બીડ ગામના આગેવાનોએ મને લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે છેલ્લા છ મહિનાથી ગટર તૂટી ગઈ છે.ગંદુ પાણી આખા ગામમાં ફેલાઈ રહ્યું છે.જેને કારણે ગામલોકોને તથા શાળાના શિક્ષકો તથા નાના બાળકોને આવવા-જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને રોગચાળાની દહેશત છે.આ ઉપરાંત ગામમાં પીવાના પાણીનો મીઠો બોર હતો. તેમાંથી સરપંચ તથા તલાટીમોટર કાઢીને લઈ ગયા છે.ઉગ્ર રજૂઆત કરતા મોટર મીઠા પાણીના બોરમાં નાખવાને બદલે જુના દૂષિત પાણી વાળા બોરમાં મોટર નાખી દીધી છે.આ બોર નું પાણી દુષિત છે.જે પીવા લાયક નથી.આ પાણી દૂષિત હોવાથી પીવાના પાણી માટે પાણી વાપરી શકાય તેમ નથી.ગામ લોકોની ફરિયાદ છે કે આ પાણી પીવાથી જીભ ફાટી જાય છે અને પેટ બગડી જાય છે.અને ગભરામણ પણ થાય છે.આશ્ચર્યની વાત તો એ છે કે ગામલોકો એક કિલોમીટર દૂરથી ચાલીને રસેલાથી પાણી લાવીને પીવે છે.

આ બંને સમસ્યાથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. સરપંચ તલાટી તથા ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં આ લોકો કોઈનું સાંભળતા નથીએવી ગ્રામજનોની ફરિયાદ છે.આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને અને જિલ્લા વિકાસ અધિકારી નર્મદાને લેખિતર જુઆત કરી ધ્યાન દોરી બન્ને પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

Source:


SHARE WITH LOVE