નાના જાંબુડા થી ગારદા ગામનો રોડ અને નાળું બનાવવા લોક માંગ : વરસાદી પાણીથી ગ્રામજનોને ભારે હાલાકી

SHARE WITH LOVE
  • 79
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    79
    Shares

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ-નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં ગામોને જોડતા રોડ-રસ્તા અને નાળ બનાવવાની સખત જરૂરિયાત ઉભી થઈ છે.જેમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ નાના જાંબુડા ગામ અને ડેડીયાપાડા તાલુકાનું ગારદા ગામ વચ્ચે માત્ર બે કિલોમીટરનું જ અંતર છે.સામ-સામે આવેલા આ બે ગામ વચ્ચે ખાડી કોતર આવેલ હોવાથી ચોમાસામાં ધોધમાર વરસાદના પાણીના બંને ગામો સંપર્ક વિહોણા બની જાય છે.ગામમાં અકાળે કોઈકનું મૃત્યું થાય અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની ખરીદી કરવી હોય ત્યારે નાનાજાંબુડા,મોટાજાંબુડા,કાકડકુઈ થઈને ગામોના લોકોએ થવા-બેડાકંપની પર થઈને ગારદા ગામે આવવું પડે છે.તેવા સંજોગોમાં ગ્રામજનોને ભારે હાલકીનો સામનો કરવો પડે છે.પહેલાના તાલુકા પંચાયતના સત્તાધીશોએ ટુંકા રસ્તા બાબતે અનેકો રજુઆતો કરવાં છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી.પરંતુ હાલમાં નવી બનેલ તાલુકા પંચાયતના સત્તાધીશોએ આ બાબતે જરૂરી કાર્યવાહી કરીને લોકહિત માટે પરીણામલક્ષી નિકાલ લાવાની આશા સેવાઈ રહી છે.

Source:


SHARE WITH LOVE
  • 79
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    79
    Shares