નેત્રંગ આયુર્વેદિક દવાખાનાનું મકાન વર્ષોથી ખંડેર હાલતમાં બનતા વિશાળ જગ્યાએ એસટી બસ સ્ટેન્ડના નિર્માણની માંગ

SHARE WITH LOVE

એસટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે મુખ્ય વિકલ્પ : કરોડો રૂપિયાની ગ્રાન્ટ ધુળ ખાઈ રહી છે.

નેત્રંગમાં આયુર્વેદિક દવાખાનાની વિશાળ જગ્યાએ એસટી બસસ્ટેન્ડના નિર્માણની લોકમાંગ ઉઠી.

ગુજરાત પરિવહન વિભાગે નેત્રંગ તાલુકા મથકે અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસસ્ટેન્ડ બનાવવાની મંજુરી આપી છે.જેના માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યાના અહેવાલ મળ્યા છે.પરંતુ નેત્રંગ તાલુકા બન્યાના નવ વર્ષ બાદ પણ જગ્યાના અભાવે એસટી બસસ્ટેન્ડના નિર્માણની કામગીરી અટકી પડી છે.ગુજરાત પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓએ એસટી બસસ્ટેન્ડના નિર્માણની જગ્યા માટે નેત્રંગમાં અનેકો વખત સર્વે કરાયું હતું.પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શુન્ય રહ્યું હતું.નેત્રંગ તાલુકાભરના ગામો માંથી ખુબ જ મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે મજુરી વર્ગ,અભ્યાસ માટે વિધાથીૅઓ અને અન્ય મુસાફરો નિત્યક્રમ એસટી બસ સહિત ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતાં હોય છે.જેમાં નેત્રંગ તાલુકા મથકે એસટી બસસ્ટેન્ડના નિમૉણના વિલંબના કારણે વિદ્યાર્થીઓ અને આમ પ્રજા સહિત મુસાફરોને પણ શિયાળાની ગુલાબી ઠંડીમાં,ઉનાળાની ભયંકર ગરમીમાં અને ચોમાસામાં ભર વરસાદમાં ખુલ્લા આકાશની નીચે બસની રાહ જોવા મજબુરી બની ગઈ છે.જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં ભરૂચ જીલ્લા પંચાયત હસ્તક આયુર્વેદિક દવાખાનાની શરૂઆત કરવામાં આવી હતી.પરંતુ કમનસીબે આયુર્વેદિક દવાખાનું બંધ થઈ જતાં મકાન વર્ષોથી બંધ પડી રહેતા અસમાજીક તત્વોનો અડ્ડો બની જવા પામ્યું હતું.આયુર્વેદિક દવાખાનાના મકાનમાં કુતરા,બિલાડા અને રખડતા ઢોર રહે છે.આસપાસ ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય થી સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.તેવા સંજોગોમાં એસટી વિભાગ જવાબદાર અધિકારીઓ અને નેતાઓ નેત્રંગમાં વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહેલા આયુર્વેદિક દવાખાન જગ્યા ઉપર એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ થાય તે માટે કમરકસે તે લોકહિત માટે અત્યંત જરૂરી છે.આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

Source:


SHARE WITH LOVE