નેત્રંગ પોલીસે થવા અને નેત્રંગ માંથી બે બોગસ ડિગ્રીધારી બંગાળી તબીબોને રંગેહાથ ઝડપી પાડ્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કોરોના મહામારીમાં આદિવાસી ગરીબ દર્દીઓને સારવારના નામે લૂંટતા હોવાની ચર્ચાઓ.

આ અગાવ પણ નેત્રંગથી પિયુષ શર્મા અને થવાથી ચિતરંજન મંડલ ઉપર ફરીયાદ થયેલ હતી.

છેલ્લા દોઢ વર્ષથી ચાલતી કોરોના વૈશ્વિક મહામારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડિગ્રીધારી બંગાળી તબીબો પાસે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની કોઈ પરવાનગી નહીં હોવા છતાં નેત્રંગ તાલુકામાં ઘણા ગામડાઓમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા નકલી તબીબો આદિવાસી ગરીબ દર્દીઓને સારવારના નામે લૂંટતા હોય તેને ઝડપી પાડવા નેત્રંગ પોલીસે કવાયત હાથધરી નેત્રંગ ચાર રસ્તા અને થવા બસ સ્ટેન્ડ નજીક ગેરકાયદેસર દવાખાના ચલાવતા બે નકલી તબીબોને દવા અને ઇન્જેક્શન સાથે રંગેહાથ ઝડપી તેમની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતા.

નેત્રંગ ચાર રસ્તા પાસે માંડવી રોડ ઉપર અને જવાહર બજારમાં તેના ઘરેથી દવા અને ઈન્જેકશન પિયુષ શર્મા આપે છે અને થવા સ્ટેશન ફળિયામાં ચિત્તરંજન મંડલ આ બન્ને ગેરકાયદેસર રીતે દવાખાનુ ખોલી નકલી સારવાર કરતા હોવાની જાણ થતા આ બાતમીના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.જી. પાંચાણીએ ટીમ બનાવી નેત્રંગ અને થવા રેઈડ કરતા રંગેહાથ સારવાર કરતા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાઈ ગયા હતા.

આ બન્ને બોગસ તબીબો પાસે દવાખાનું ચલાવવા  નિયમ મુજબની પરવાનગી અને તબીબને લગતી ડીગ્રી સર્ટીફીકેટ ન હોવાથી બંનેના ઘર તથા ક્લિનિકની તપાસ કરતા ચિત્તરંજન દિનાનાથ મંડલ મૂળ રહે ભીમપુર તા.નદિયા (પ.બંગાળ) પાસેથી દવાઓ,ઈન્જેકશનો દવાખાનાના સાધનો ૧૦૭૦ અને પિયુષ વિનોદભાઈ સરકાર (શર્મા) મૂળ રહે ધારવાસુની તા ગોપાલનગર જી.ઉત્તર ૨૪ પરગણા (પ.બંગાળ) પાસેથી દવાઓ,ઈન્જેકશનો અને સાધનો મળી કૂલ રૂ.૪૯૪૪ મુદ્દામાલ મળી આવ્યો હતો.આ બન્ને નકલી તબીબો વિરુધ્ધ આઈ.પી.સી. કલમ-૪૧૯,૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ-૩૦ મુજબ ફરીયાદ કરી ધરપકડ કરવામાં આવી હતી.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •