નોકરીયાતો માટે મહત્વના સમાચાર, UAN થી આધાર લિંકની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ, આ રીતે કરો લિંક

SHARE WITH LOVE

જો તમે નોકરી કરો છો તો તમારા માટે આ એક સારા સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ કર્મચારીનું આધાર તેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે જોડાયેલું નથી, તો તેની સામે 31 નવેમ્બર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
તેના એમ્પ્લોયર તરફથી પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો જમા થતો રહેશે.

​​કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO- Employees’ Provident Fund Organization) દ્વારા 1 જૂને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ, દરેક કર્મચારી માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે જોડવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. EPFO દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને ધ્યાનમાં રાખીને સરકારે 15 જૂને નવો પરિપત્ર બહાર પાડ્યો હતો અને આ કામ માટેની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.

હાલ કર્મચારીને લાભથી વંચિત કરી શકાય નહી

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રતિભા એમ. સિંહે કહ્યું કે જ્યાં સુધી આધાર સીડિંગ કાયદેસર રીતે ફરજિયાત છે કે નહીં તે જાણવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને તેનાથી થનારા લાભથી વંચિત કરી શકાય નહીં.

આધાર સબંધિત એક ચુકાદામાં, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ માટે આધાર ઓથેન્ટીફીકેશન નિષ્ફળ જાય છે, તો તેને કોઈ પણ પ્રકારની સુવિધાથી વંચિત શકાય નહીં. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને, દિલ્હી હાઈકોર્ટે યુએએન-આધાર સીડિંગની સમય મર્યાદા 30 નવેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

એમ્પ્લોયર તેમનો હિસ્સો જમા કરાવતા રહેશે

ન્યાયધીશે કહ્યું કે, એમ્પ્લોયરોને એવા કર્મચારીઓના સંદર્ભમાં પ્રોવિડન્ટ ફંડ યોગદાન જમા કરવાની મંજૂરી આપવામાં આવશે કે જેમના આધાર નંબરને હજુ સુધી યુએએન સાથે જોડવામાં આવ્યા નથી. જેમણે હજી સુધી આ કાર્ય પુરુ કર્યું નથી, તેમની સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં.

EPFO એક ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરશે

કોર્ટે એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટતા કરી હતી કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરશે. અરજદારના સભ્યો અથવા અન્ય કોઇ એમ્પ્લોયર દ્વારા આ અધિકારીનો સંપર્ક કરવામાં આવી શકે છે, જેથી ડિપોઝિટમાં વિલંબ ન થાય અને સમયસર કરવામાં આવે. કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓના આધાર નંબર પહેલાથી જ EPFO ​​ને આપવામાં આવ્યા છે, કંપનીઓ UIDAI તરફથી તેના વેરીફીકેશનની રાહ જોયા વગર તેમના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવવાનું ચાલુ રાખશે. આ દરમિયાન વેરીફીકેશનની પ્રક્રિયા ચાલુ રહેશે.

UAN અને આધાર ઓનલાઇન આ રીતે લિંક કરો

  • આધાર નંબરને EPF સાથે લિંક કરવા માટે, તમારે EPFO ​​પોર્ટલ epfindia.gov.in પર લોગીન કરવું પડશે.
  • ત્યાર બાદ ‘ઓનલાઈન સર્વિસીસ’ ઓપ્શન પર ક્લિક કરો ત્યારબાદ ‘ઈ-કેવાયસી પોર્ટલ’ અને ‘યુએએન આધાર લિંક’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો. પછી OTP અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમારા આધાર વેરીફીકેશન માટે તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો.

ઓફલાઇન લિંક કરવાની પ્રક્રિયા

  • ઈપીએફઓ ઓફિસમાં જઈને Aadhaar Seeding Application ફોર્મ ભરો. તમામ વિગતો સાથે ફોર્મમાં તમારું UAN અને આધાર દાખલ કરો. ફોર્મ સાથે તમારો યુએએન, પેન અને આધારની સ્વ પ્રમાણિત નકલો જોડો.
  • તેને EPFO ​​અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) આઉટલેટની કોઈ પણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝિક્યુટિવ પાસે જમા કરો.
  • યોગ્ય ચકાસણી પછી, તમારું આધાર તમારા EPF એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. તમને આ માહિતી એક મેસેજ દ્વારા મળશે. જે મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.

Source link


SHARE WITH LOVE