પાટીલે બતાવ્યો પાવર! સુરતમાં ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ, રેલીમાં ચોંકાવનારી મેદની

SHARE WITH LOVE

સુરતમાં ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ યોજાયો છે. રોડ-શો બાદ શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.

  • સુરતમાં ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ
  • સ્નેહમિલન કાર્યક્રમ ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યૂઅલી સંબોધશે
  • સ્નેહમિલન કાર્યક્રમમાં 30 હજાર જેટલા કાર્યકરો પહોંચ્યા

કોરોનાકાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે(24 નવેમ્બર) સુરતમાં ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ યોજાયો છે. અમિત શાહ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા છે.

આપણે જીતવા માટે જનમ લીધો છે, આપણે 182 જીતવાની છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

આપણે જીતવા માટે જનમ લીધો છે, આપણે 182 જીતવાની છે. પેજ પ્રમુખ, પજે કમિટીએ તમામ યોજનાઓ સ્થળ ઉપર સારી રીતે બનાવી છે. દરેક કાર્યકર્તા તેમાં સક્રિય રીતે કામ કરી રહ્યો છે. આ મુદ્દાઓ આપણે જે પરિણામ મેળવવાનું છે તે મળવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ નડ્ડાજીના વિશ્વાસને 2022માં પૂર્ણ કરીશું.

સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત શહેરને બીજો નંબર મળ્યો: પાટીલ

કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, ભાજપનો આજનો કાર્યક્રમ સ્નેહમિલનનો છે, પરંતુ સાથોસાથ સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત શહેરને બીજો નંબર મળ્યો છે. ત્યારે મનપાના તમામ અધિકારી અને કર્મચારીઓને કાર્યક્રમ સમર્પિત કરું છું. ભાજપના કાર્યકતાઓ જ્યારે નક્કી કરે છે. ચૂંટણીની તૈયારી કરતો હોય ત્યારે, અને ચૂંટણી ન હોય ત્યારે પણ ઉત્સાહ પૂર્વક હાજરી પૂરાવે છે, હાજર કાર્યકરોમાં ઉત્સાહ પૂરે છે. ભાજપનો કાર્યકર્તા હોવું ગૌરવની વાત છે. કાર્યકર્તા કામ સાથે જોડાય છે અને પરિણામ આપતો હોય છે, અને તેણે અનેક વખત પરિણામ આપ્યા છે.

2022 પહેલા ભાજપે મેસેજ આપ્યો છેઃ પાટીલ

2002ના નરેન્દ્ર મોદી સાહેબે અશ્વમેઘ યજ્ઞ ગુજરાતથી શરૂ કર્યો હતો, હાલ આ અશ્વ રથ આખા દેશમાં ફરી રહ્યો છે, આજે નરેન્દ્રભાઇના રથને કોઇ રોકી શકે તેમ નથી. આ રથ ફરતો ફરતો ફરી ગુજરાતમાં આવ્યો છે. નરેન્દ્ર ભાઇના અશ્વની રક્ષા માટે ભાજપના કાર્યકર્તા સંપૂર્ણ તૈયાર છે. 2022 પહેલા ભાજપે પહેલા મેસેજ આપ્યો છે. ભાજપના કાર્યકર્તાઓને લોકોનું ખુબ મોટું સમર્થન મળ્યું છે. 

પાટીલે બતાવ્યો પાવર!

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ભાજપનો અંતિમ દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ છે. પોતાના હોમ ટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ હોવાને કારણે પાટીલ પોતાનું સંગઠનાત્મક અને રાજકીય કદ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં કોઇ કસર બાકી રાખવામાં નથી આવી.

પાટીલના ગઢમાં ભાજપની રેલી

પાટીલે પોતાના ગઢમાં પાવર બતાવ્યો છે. અંદાજે 30 હજારથી વધુ કાર્યકરો સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમમાં હાજર રહેલી મેદની ચોંકવાનારી છે.

આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. જ્યારે કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે.  સી. આર. પાટીલનું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકર્તાઓની ફોજને કારણે તેઓ દક્ષિણ ગુજરાતમાં કદાવર નેતા તરીકેની ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બની ગયા બાદ સી.આર.પાટીલ હવે ભાજપના પ્રથમ પંક્તિના નેતાઓમાં ગણાય છે. પ્રદેશ અધ્યક્ષના હોમમાં કાર્યક્રમ હોવાથી શહેર કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને ઉપસ્થિત હોવાથી શહેર ભાજપ સંગઠનમાં જુસ્સો અને જોમ વધુ મજબૂત થશે.

Source:


SHARE WITH LOVE