પોરબંદરની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં મોટા ખુલાસા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

પોરબંદર દરિયાઈ સીમામાંથી 150 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જે પૈકી એક ઈરાની દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ-અલગ સમયે 1 હજાર કિલોથી વધુ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. જ્યારે એક આરોપી અગાઉ ભારતમાં પણ મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ATSની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી ઈબ્રાહિમ બક્ષી અલગ-અલગ 5 દેશોમાં હેરોઈન સપ્લાય કરી ચૂક્યો છે. ઈબ્રાહિમ છેલ્લા દોઢ વર્ષમાં આશરે 1 હજાર કિલોથી વધુ હેરોઈન અલગ-અલગ સમયે 5 દેશોમાં સપ્લાય કર્યાની કબૂલાત કરી છે. જેમાં આફ્રિકાના તાન્ઝાનિયા, ઝાંઝીબાર, યમન અને મસ્કત જેવા દેશોમાં હેરોઈન સપ્લાય કર્યું હતું. અગાઉ ઈબ્રાહિમ ભારતના કોચિનમાં આપી ચૂક્યો હોવાથી ત્યાં પણ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાની ATSને આશંકા છે.

જ્યારે 7 ઈરાની આરોપીઓની પૂછપરછમાં તેઓ પ્રથમ વખત ભારતમાં ડ્રગ્સનો જથ્થો આપવા આવ્યા હોવાનું કહી રહ્યાં છે. પાકિસ્તાનીઓ ઈરાનીઓ પાસે દેશભરમાં ડ્રગ્સનો જથ્થો હેરાફેરી કરાવતા હોય છે. ઝડપાયેલા ઈરાનીઓએ કબૂલાત કરી છે કે, ઈરાનના કોનાર્ક પોર્ટ તેની આસપાસ બંદરોથી ઈરાન દરિયાઇ સીમામાંથી 90 નોટિકલ માઈલ પર પહોંચી જાય, બાદમાં બે દિવસ દરિયામાં માછીમારો ખેડે. બે દિવસ બાદ પાકિસ્તાની બોટ ત્યાં પહોચી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને બોટમાં આપી દેતા અને પછી ઈરાનીઓને કેરિયર બની દેશભરમાં ડ્રગ્સનો સપ્લાય થતો હતો. આ કેસમાં પાકિસ્તાની ગુલામ નામ સામે આવ્યુ છે. આ દિશામાં પણ તપાસમાં કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાનીઓ ડ્રગ્સનો જથ્થો લઇ નીકળે, ત્યારે કોસ્ટગાર્ડ કે અન્ય દરિયાઇ સીમા સુરક્ષાની બોટ દેખાય તો ડ્રગ્સનો જથ્થો છૂપાડવા માછીમારો જાળ બાંધી દરિયાની અંદર લટકાવી દેતા હોય છે અને પછી બહાર કાઢી દેતા હોય છે.

આ આરોપીઓ પાસેથી મળી આવેલ સેટેલાઇટ ફોન અને હાઈફ્રીકવન્સી વી.એસ.એફ અને એસ.એસ.બી( સિંગલ સાઈડ બેન્ડ)ની ટેક્નિકલ તપાસ હાથ ધરી છે. આ સાથે જ સેટેલાઇટ ફોનમાંથી લોકેશન અને અન્ય દેશોમાં થયેલા સંપર્ક અગે ATS તપાસ હાથ ધરી છે. જે બાદ અન્ય ડ્રગ્સ પેડલરો નામ સામે આવી શકે છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •