પોલીસ ભરતી: કંસ દેવકીના સંતાનોની હત્યા કરી નાખે છે, આ પ્રકારના કિસ્સામાં IPCની કઈ કલમ મુજબ ગુનો નોંધાય?

SHARE WITH LOVE

2 કલાક પહેલા

પ્રતિકાત્મક તસવીર

  • ધાર્મિક કથાઓના ઉદાહરણોથી IPCની કલમ 302 વિશે માહિતી મેળવો

ગાંધીનગર/અમદાવાદ: લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં કાયદાકીય એટલે કે IPCની કલમોનું જ્ઞાન ખૂબ જ જરૂરી રહેતું હોય છે. પરીક્ષામાં કાયદાના ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે, જેનો 1-1 માર્ક્સ મેરિટ વખતે ઉપયોગી સાબિત થયો હોય છે. એવામાં મહાભારત, રામાયણ જેવી ધાર્મિક કથાઓના ઉદાહરણોથી કાયદાની કલમો યાદ રાખવામાં ઉમેદવારોને ફાયદો થતો હોય છે. ત્યારે આવા જ એક ઉદાહરણ દ્વારા આજે IPCની કલમ 302 વિશે થોડી માહિતી મેળવીએ.

દેવકી વાસુદેવની પત્ની અને કંસની બહેન હતી. જ્યારે વાસુદેવ અને દેવકીના લગ્ન થયા ત્યારે આકાશવાણી થઇ કે દેવકીનો આઠમો પુત્ર કંસનો કાળ બનશે. જે બાદ કંસે દેવકી અને વાસુદેવને બંદીગૃહમાં પૂરી દીધા અને એક બાદ એક દેવકીથી જન્મનારા સંતાનોની હત્યા કરી નાખી. આવી જ રીતે મહાભારતમાં પણ જ્યારે ભીમ ગદાથી દુર્યોધનને મારી મૃત્યુ નિપજાવે છે, જે ખૂનનો ગુનો બન્યો કહેવાય. આ પ્રકારે ખૂનના ગુનામાં IPCની કલમ 302 મુજબ ફરિયાદ નોંધાતી હોય છે.

કલમ 302માં કેવી સજા થાય?
જ્યારે કોઈ વ્યક્તિ પર IPCની કલમ 302 મુજબ ખૂનના ગુનાનો આક્ષેપ હોય અને તે સાબિત થાય ત્યારે મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા ફટકારાતી હોય છે. જોકે મૃત્યુદંડની સજા અમુક કિસ્સામાં જ કરવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE