પ્રોજેકટ લાયન; જુનાગઢમાં વૈશ્વીક કક્ષાની વાઈલ્ડ લાઈફ ઈન્ટીટયુશન; સૌરાષ્ટ્રમાં ચાર ટુરીસ્ટ ઝોન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ:
એશિયામાં સિંહોના એકમાત્ર કુદરતી વસવાટ ગીરના અભ્યારણમાં ‘પ્રોજેકટ લાપત’ હેઠળ લાંબા ગાળાના આયોજન મુદે કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચેના મતભેદો સામે આવ્યા છે અને ખાસ કરીને એક તરફ સિંહોની વસતિ વધતી જાય છે.

જો તેના વસવાટ માટે જાતે જ નવા ક્ષેત્રો શોધી લેતા માનવ અને સિંહો વચ્ચે ટકરાવની સ્થિતિ બનતી જાય છે તો એ પણ ચિંતા છે કે કોરોના જેવું કોઈ સંક્રમણ ભવિષ્યમાં જો સિંહોમાં ફેલાય તો તેને બચાવવા તથા ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સ્થિતિ બદલાઈ રહી છે તે સંબંધી પણ ઉભા થનારા પડકારનો કઈ રીતે મુકાબલો કરવો તે સમગ્ર મુદામાં આ પ્રોજેકટ લાયન હેઠળ સમાવી લેવાયા હતા અને આ માટે રૂા.1000 કરોડના આ પ્રોજેકટ માટે ભંડોળ કોણ ફાળવે તે મુદે આખરી નિર્ણય લઈ શકાયો નથી.
કેન્દ્રના વન અને પર્યાવરણ બાબતોના મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ અને ગુજરાતના વન બાબતોના મંત્રી શ્રી ગણપત વસાવા વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજયોના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં રૂા.1000 કરોડના પ્રોજેકટમાં 40% રકમ રાજય સરકાર ખર્ચ કરે અને બાકીની રકમ કેન્દ્રની વિવિધ યોજના હેઠળ મેળવી શકે છે પરંતુ રાજય સરકાર ઈચ્છે છે કે જેમ મધ્યપ્રદેશમાં અને દેશના અન્ય રાજયોમાં ‘પ્રોજેકટ ટાઈગર’ હેઠળ કેન્દ્ર જ 100% ખર્ચ ભોગવે છે તે રીતે પ્રોજેકટ લાયન માટે પણ કેન્દ્ર જ પુરુ ભંડોળ ફાળવે તે જરૂરી છે.

આ ઉપરાંત કેન્દ્ર ઈચ્છે કે નેશનલ વાઈલ્ડલાઈફ ડીસીસ કંટ્રોલ સેન્ટર જુનાગઢમાં સ્થાપવી જોઈએ પણ ગુજરાત સરકારના અધિકારીઓનો આગ્રહ છે કે આ ઈન્સ્ટીટયુટ- ગાંધીનગરમાં બનવી જોઈએ ઉપરાંત પ્રોજેકટ લાયનનો મુખ્ય હેતુ વાઈલ્ડ લાઈફ સેલ- જીનેટીક રીસર્ચ સેન્ટર અને સિંહો માટે એક અતિ આધુનિક હોસ્પીટલ સ્થાપવા પર હોવું જોઈએ. ઉપરાંત જે નિશ્ચીત અભ્યારણ છે ત્યાં આંતરીક રીતે સિંહોના વસવાટને વધુ સારી રીતે બજાવવા ગીરના જંગલમાં જે માલધારી વસાહત છે

તેને અન્યત્ર ફરવાવી જોઈએ પણ રાજય સરકાર કોઈ ફરજીયાત રી લોકેશનના વિરુદ્ધમાં છે અને જે વસાહતના લોકો અભ્યારણની બહાર નીકળવા માંગતા હોય તેમને જ ફેરવી શકાશે. આ ઉપરાંત કેશોદ વિમાની મથકને વિકસીત કરીને અહી પ્રવાસનને વેગ આપવાની ચર્ચા થઈ હતી. સમગ્ર આયોજન 10 વર્ષનું છે. જયાં 500 ગામોને વોચ ટાવરથી સિંહોની અવરજવર પર નજર રાખવા અહી ગીરના અભ્યારણમાં નાઈટ ટ્રેકીંગ ધારી, ભાવનગર, પાલીતાણા અને અમરેલીમાં ટુરીઝમ ઝોન બનાવવા સહિતના પ્રોજેકટની વિચારણા થઈ છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •