પ્રોવીડન્ટ ફંડમાં રૂા.2.50 લાખથી વધુના રોકાણ પરનું વ્યાજ કરપાત્ર બનાવવાની જોગવાઇ પાછી ખેંચાશે ! નાણામંત્રીનો સંકેત

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

નવી દિલ્હી તા. 22 : નાણા મંત્રી નિર્મલા સિતારામને બજેટમાં રૂ.2.50 લાખથી વધુની રકમ પ્રોવીડન્ટ ફંડમાં રોકનાર માટે જે ટેકસની જોગવાઇ કરી છે પરત ખેચવાનો સંકેત આપી દીધો છે. અને પણ જણાવ્યુ છે કે પ્રોવીડન્ટ ફંડમાં રોકાણને નિરુત્સાહ કરવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. હાલના કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ પગાર ધોરણ ધરાવતા વ્યકિતઓ દ્વારા પ્રોવીડન્ટ ફંડમાં જે સ્વૈચ્છિક રોકાણ થાય છે તેમાં રૂ.2.50 લાખ કે તેથી વધુના રોકાણ પર મળતા વ્યાજને ટેકસ હેઠળ લાવી દીધા છે અને આ વ્યાજની રકમ જે તે વ્યકિત પોતે જે ટેક્ષ સ્લેબમાં હશે તે ટેકસ સ્લેબ હેઠળ ગણતરીમાં આવી જાશે. ખાસ કરીને હાઇ નેટવર્થ ધરાવતા વ્યકિતઓ 8 ટકા કે તેથી વધુ વ્યાજ આપતી આ સ્કીમમાં રોકાણ કરે છે.
હાલ દેશની અનેક બચત યોજનાઓમાં પ્રોવીડન્ટ ફંડ જ સૌથી વધુ વ્યાજ આપે છે અને તેથી તેમાં રોકાણનું આકર્ષણ હતુ પરંતુ નાણામંત્રીએ રૂ.2.50 લાખ કે તેથી વધુના રોકાણના વ્યાજને ટેકસ હેઠળ આવરી લેતા તે મુદે વિવાદ સર્જાયો હતો અને નાણા મંત્રી સમક્ષ રજુઆત પણ થઇ હતી. બાદમાં તેઓએ સંકેત આપી દીધો છે કે તેઓ આ ટેકસની પુર્ણ વીચારણા કરવા તૈયાર છે.

Source link


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares