ફરી સમરસ: ચીખલવાવ ફરી સમરસ , તાપી નું એક માત્ર ગામ જેનું સુકાન મહિલાઓેને

SHARE WITH LOVE

વ્યારા

  • ગ્રામજનોએ સર્વ સંમતિથી ગામના સરપંચ ઉપરાંત વોર્ડ સભ્યોની જવાબદારી મહિલાને સોંપી મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું

વ્યારા તાલુકાનું ચીખલવાવ ગામ ફરી સમરસ થયું છે, ગામલોકોની સૂઝબૂઝથી ગામના વિકાસને પ્રાધાન્ય આપી ગામને ફરી સમરસ કર્યુ છે, એક નજરે સામાન્ય લાગતી આ બાબતમાં વિશેષતા એ છે કે, ગામના તમામ સભ્યો અને સરપંચ મહિલાઓ હોવાને લઇ ચીખલવાવ ગામ જિલ્લામાં ચર્ચામાં આવ્યું છે. આ વખત મહિલાઓ સમરસ ગામની દોર સાંભળશે.

વ્યારા તાલુકાના ચીખલવાવ ગામની વસ્તી આશરે 1750 લોકોની છે, ગામમાં આશરે 1300 જેટલા મતદારો છે, આ વચ્ચે ગ્રામજનોએ સર્વાનુમતે નક્કી કરી મહિલાઓને ગામનું સુકાન સોંપ્યું છે, જેમાં સરપંચ સહિત તમામ વોર્ડના સભ્યો મહિલાઓ જ છે, અને ગ્રામજનોએ સોંપેલ જવાબદારી તેઓ બખૂબી નિભાવશે તેવો વિશ્વાસ આ ગામની મહિલા સરપંચ વ્યક્ત કરી રહ્યા છે. ચીખલવાવ ગામની વિશેષતા એ છે કે આ ગામમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે,

આ વર્ષે સરપંચ માટે સ્ત્રી ઉમેદવારની સીટ હોવાને લઈને ગ્રામજનોએ વહીવટી સરળતા માટે મહિલાઓને પ્રાધાન્ય આપી ગામના તમામ આઠ વોર્ડમાં મહિલા ઉમેદવારોની પસંદગી કરી છે. આગામી 19 મી ડિસેમ્બરે રાજ્યભરમાં થનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં દરેક ઉમેદવારોની ચૂંટણી લડવાનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ ગયું છે,

તાપી જિલ્લામાં પણ 266 ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે, તે પૈકી 13 ગ્રામ પંચાયતો સમરસ થઇ ચુકી છે, આ વચ્ચે જિલ્લાનું સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ચિખલવાવ ગામ સતત બીજીવાર સમરસ થયું છે, જેમાં આઠ વોર્ડ સભ્યો અને એક સરપંચ એમ કુલ નવ બેઠકો પર મહિલાઓ ગ્રામજનોની સંમતિથી સમરસ થઈ છે. મહિલાઓને ગામનું સંપૂર્ણ સુકાન સોપાતા મહિલા સશક્તિકરણ નું શ્રેષ્ઠ ઉદાહરણ આદિવાસી બહુલતા ધરાવતા તાપીના ચીખલવાવ ગામના ગ્રામજનોએ પૂરું પાડ્યું છે.

અમારી પર મુકાયેલા ભરોસાને સાર્થક કરીશું
ગ્રામજનો એ મહિલાઓ ને પ્રાધાન્ય આપી જવબદારીઓ આપી તેને અમારી મહિલા ટિમ દ્વારા સાર્થક બનાવવાનો પ્રસાય કરીશુ.> રક્ષાબેન ગામીત, સરપંચ, ચીખલવાવ

ગામના વિકાસને ધ્યાને રાખી નિર્ણય લીધો
ગામમાં ગત વર્ષે પણ સમસ્ત કરાયું હતું અને આ વર્ષે પણ ગ્રામજનો એકઠા થયા હતા અને આ વર્ષે ગામમાં વધુ વિકાસ ની ગ્રાન્ટ મળે અને વધુ વિકાસ ના કામો વધે એ માટે તમામ બેઠકો પર મહિલાઓને મૂકવાનું નક્કી કરી તેમને શાસન સોંપવામાં આવ્યું છે.> વનાભાઈ ગામીત, અગ્રણી, ચીખલવાવ ગામ

ગ્રામજનોએ એકતાનો પરિચય આપ્યો છે
ચૂંટણી જાહેર થવાની સાથે ગ્રામજનો એક સ્થળે ઉપસ્થિત થયા હતા અને અંદાજિત 10 મીનીટની ચર્ચામાં જ ગામ ના મહિલાઓ સુકાન આપવાની ચર્ચા સાથે ઉમેદવારો નક્કી કરી એકતા નો પરિચય આપ્યો છે . > હસમુખ ગામીત, પૂર્વ સરપંચ ચીખલવાવ

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE