બનાસકાંઠા કોરોના પ્રભારી વિજય નહેરા પાલનપુર-ડીસામાં વેક્સિન સેન્ટરની મુલાકાતે

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

પાલનપુર-ડીસા

કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લાની વિશેષ કાળજી લેવા પ્રભારી તરીકે નિમાયેલા વિજય નહેરાએ ગુરુવારે પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા, ડીસા અર્બન હેલ્થ સેન્ટર અને ડીસા તાલુકાના માલગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેક્સિન સેન્ટરની મુલાકાત લઇ વેક્સિનેશન સો ટકા પૂર્ણ કરવા જણાવ્યું હતું.

પાલનપુર મુકામે પ્રભારી સચિવ વિજય નહેરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ સંદર્ભે અધિકારીઓ સાથે યોજાયેલ સમીક્ષા બેઠકમાં કોરોનાની જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ તથા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી.
કોવિડ-૧૯ અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની સચિવ વિજય નહેરાએ સરાહના કરતાં જણાવ્યું કે, બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના વડપણ હેઠળની ટીમે કોરોના સમયમાં ખુબ સરસ કામગીરી કરી છે. તેમણે કહ્યું કે, અત્યારે સિનિયર સીટીઝનોને વેક્શીન આપવાનું ચાલી રહ્યું છે.

આગામી તા.૧ લી એપ્રિલ-૨૦૨૧ થી ૪૫ વર્ષ ઉપરના નારગિકોનું વેક્શિનેશન શરૂ થવાનું છે ત્યારે અત્યારથી માઇક્રોપ્લાલનીંગ કરી તા.૧૦ એપ્રિલ સુધીમાં ૪૫ વર્ષ ઉપરના તમામ નાગરિકોનું વેક્શિનેશન પૂર્ણ કરી વિવિધ કચેરીઓમાં કામ કરતા સરકારી અને આઉટસોર્સના કર્મચારીઓને પણ રસીકરણમાં આવરી લઇએ. જે સ્થળ પર વેક્શીન આપવામાં આવે છે તેની લોકોને અગાઉથી જાણ કરી એકપણ વ્યક્તિ વેક્શીનેશન લીધા વિના ન રહે તેવી રીતે કામગીરી કરીએ. તેમણે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલો સહિત બેડ, વેન્ટીલેટર, કોવિડ ટેસ્ટ અને રિપોર્ટનું પ્રમાણ વગેરે અંગે માહિતી મેળવી આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વધારવા પર ભાર મુક્યો હતો. લોકો ઘરની બહાર નિકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરે તેની ઝુંબેશ ચલાવવા તેમણે સુચના આપી હતી. કલેકટર આનંદ પટેલે કોરોના સંદર્ભે સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો જણાવી હતી.Source link


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares