બર્નિંગ ટેમ્પો: અંકલેશ્વર હાઈવે પર રેડીમેડ કપડાં ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી, કપડાં સહિત ટ્રક બળીને ખાખ

SHARE WITH LOVE

ભરૂચ

  • ચાલકે સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા આબાદ બચાવ
  • આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતાં તમામે રાહતનો શ્વાસ લીધો

અંકલેશ્વર નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. જેને લઈ દોડધામ મચી હતી. રેડીમેડ કપડાં ભરેલા ટેમ્પોમાં આગ લાગતા ટેમ્પો તેમજ તમામ સામાન બળીને ખાખ થયો હતો. જોકે, આગની ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

વાપી ખાતેથી ટેમ્પો નંબર-જી.જે.15.એ.ટી.9174નો ચાલક આપદાબ અઝર મેઝર રેડીમેડ કપડાં ભરી વડોદરા ખાતે ડિલિવરી કરવા જતો હતો. આ દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નવજીવન હોટલ પાસે ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતારી ગયો હતો. તેમજ માટી નાખી આગ બૂઝવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતમાં સમગ્ર ટેમ્પો આગની ઝપટમાં આવી ગયો હતો.

ટેમ્પોમાં આગ વધુ પ્રસરતા ચાલકે ફાયર વિભાગમાં જાણ કરી હતી. જેથી ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યાં હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ટેમ્પોમાં રહેલો રેડીમેડ કપડાં સહિત ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. જેથી લાખોનું નુકસાન થયું છે. આગની ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE