બિહારમાં આ નેતાની ચૂંટણી લડવાની જાહેરાતથી ભાજપ ગેલમાં, મમતા આવી જશે ટેન્શનમાં

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

બિહાર વિધાસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતનાર અને મહાગઠબંધનના મતોમાં ગાબડુ પાડ્યા બાદ હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવવાની જાહેરાત બાદ મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનું ટેન્શન વધી ગયું છે.

એમ પણ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીને ભાજપ તરફથી ટક્કર મળે તેવું લાગી રહ્યું છે ત્યારે ઓવૈસી મમતા બેનરજીની મુસ્લિમ મતો પરની પકડ ઓછી કરી શકે છે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતો 30 ટકા છે અને તેના પર તૃણમુલ કોંગ્રેસનો ખાસો પ્રભાવ છે. બીજી તરફ ઓવૈસીએ એલાન કર્યુ છે કે, હવે મોત પણ મને રોકી શકે તેમ નથી.

જાણકારોનું માનવું છે કે, ઓવૈસીની પાર્ટી બંગાળમાં ચૂંટણી લડી તો તેનું નુકસાન મમતા બેનરજીને થવાનુ છે.
મમતા બેનરજીને 2011થી મુસ્લિમ મતદારોનુ સમર્થન મળતું રહ્યું છે. 294 વિધાનસભા બેઠકો પરથી લગભગ 100 બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. આ સંજોગોમાં ઓવૈસીની પાર્ટી ચૂંટણી લડશે એટલે બંગાળના સમીકરણો બદલાઈ શકે છે.

AIMIMના રાષ્ટ્રિય પ્રવક્તા અસીમ વકારના કહેવા પ્રમાણે બંગાળમાં 23માંથી 22 જિલ્લામાં પાર્ટીએ પોતાના યુનિટ બનાવ્યા છે. અમને લાગે છે કે, રાજ્યમાં એક રાજકીય પક્ષ તરીકે અમે મજબૂત પકડ જમાવી શકીશું. જોકે તૃણમુલ કોંગ્રેસનું કહેવું છે કે, ઓવૈસીનો પ્રભાવ હિન્દી અને ઉર્દુ ભાષા બોલતા મુસ્લિમ સમુદાય સુધી સિમિત છે અને રાજ્યમાં આવા મુસ્લિમ મતદારોની સંખ્યા 6 જ ટકા છે.

Source link


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares