બેરોજગાર લોકો માટે મોટી જાહેરાત! હવે ઓનલાઈન ક્લેમથી મેળવી શકશો આ યોજનાનો લાભ
નવી દિલ્હી : કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESICએ અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજના – ABVKY હેઠળ દાવો રજુ કરનારને ઓનલાઈન માધ્યમથી દાવો કરવા દેવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ અગાઉની એફિડેવીટ ફોર્મ મારફતે દાવો રજૂ કરવામાં યોજનાના લાભાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનું જણાતા ઓનલાઈન પદ્ધતીનો વિકલ્પ અપાયો છે.
ઓનલાઈન દાવો રજુ કરનારે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી કોપીઓ અપલોડ કરવાની રહેશે. જો ઓનલાઈન દાવા વખતે સ્કેન કરેલા દસ્તાવેજો જમા કરાયા ન હોય તો તેમની પ્રિન્ટઆઉટ ઉપર હસ્તાક્ષર કરીને તે જમા કરાવી શકાશે. કેન્દ્રએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ ક્લેમ કર્યાના 15 દિવસની અંદર સમાધાન થઈ જશે.
જાહેરાત મુજબ, બેરોજગારી લાભ હેઠળની ચુકવણી 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020 સુધી બમણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, કર્મચારી રાજ્ય વિમા નિગમે અટલ બિમીત કલ્યાણ યોજનાની મુદ્દત 30 જૂન 2021 સુધી વધારી છે. રોજગાર ગુમાવનારાઓને ત્રણ મહિનાના સરેરાશ પગારના 50 ટકા લાભ આપવાની ઘોષણા કરવામાં આવી હતી, જે અગાઉ 25 ટકા હતી. રવિવારે આ યોજના હેઠળ દાવો કરવા માટે એફિડેવિટ ફાઇલ કરવાની જરૂરિયાત પણ કેન્દ્ર સરકારે નાબૂદ કરી દીધી છે.
શ્રમ મંત્રાલયે કહ્યું કે, અટલ વીમા માટે વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ક્લેમ કરવા માટે ઓનલાઈન પ્રોસેસ અને આધાર અને બેંક ખાતાની વિગતો જેવા દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવા ની છૂટ આપવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ લાભાર્થી ઓનલાઇન ક્લેમ સમયે દસ્તાવેજો અપલોડ કરવામાં સમર્થ ન હોય, તો તેણે તેની પ્રિન્ટ કાઢી તેના પર સહી કરી તે સબમિટ કરાવવા પડશે.