બોટાદમાં બીજીવાર પૌષ્ટિક આહારના સંખ્યાબંધ ખાલી પેકેટ મળતા ચકચાર

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

ા બોટાદ ા

સરકાર દ્વારા કુપોષિત બાળકો અને સગર્ભા સ્ત્ર્રીઓ માટે આંગણવાડીમાં ફળવવામાંઆવતો પૌષ્ટિક આહારના ખાલી પેકેટનો જથ્થો શનિવારે સતત બીજી વખત અન્ય અવાવરું જગ્યાએથી મળતા અનેક પ્રશ્નો ઉઠયા છે. હજુ બે દિવસ પહેલા બોટાદમાએક સ્થળેથી સંખ્યાબંધ ખાલી પેકેટ મળ્યા હતા. બોટાદના વિવિધ સ્થળોએથી મળતા પોષ્ટીક આહારના પેકેટના જથ્થાથી શંકાઓ…

બોટાદના વિવિધ સ્થળોએથી મળતા પોષ્ટીક આહારના પેકેટના જથ્થાથી શંકાઓ થાય છે કે,લોકોમા સવાલ છે કે, તંત્ર દ્વારા તપાસ કરે છે કે, બધુ લોલમલોલ ચાલે છે. સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત બાળકો માટે તેમજ સગર્ભા સ્ત્ર્રીઓ માટે પૌષ્ટિક આહારના પેકેટ ફળવવામાં આવે છે. જેમાં બાલ શક્તિ, માતૃશક્તિ,પૂર્ણા શક્તિ પૌષ્ટિક આહારના ખાલી પેકેટનો મસ મોટો જથ્થો અગાઉ બોટાદ શહેરના ગઢડા રોડ હિમાલયા કોલ્ડ સ્ટોરેજની સામે રોડ પર સાઈડમાં ખુલ્લી અવાવરું જગ્યાએથી મળી આવ્યા હતા. તેમજ શનિવારે સતત બીજી વખત અન્ય એક જગ્યાએથી પણ ખાલી પૌષ્ટિક આહારના ખાલી પેકેટ મળી આવ્યા છે. છતાં પણ જવાબદાર અને નિષ્ફ્ળ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં કે તપાસ કરવામાં આવતી નથી. જેને લઈ આવવા કૌભાંડીઓને મોકળું મેદાન મળી જતું હોય છે . લોકોમાં પણ જાતજાતની શંકા ઉપજી ઊઠી છે. ચોરે ને ચૌટે ચર્ચા ચાલે છે કે સરકાર દ્વારા આંગણ વાડી કેન્દ્રો પર ફળવવામાં આવતા આ પોષ્ટિક આહારનું બારોબાર વહિવટની ચર્ચા જાગી છે. આજે ગઢડા રોડ ઉપર પૌષ્ટિક આહાર ખાલી પેકેટનો જથ્થો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરવા પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે. જથ્થો ક્યાં ગયો એવા પણ સવાલો ઊભા થયા છે. શું આમા બારોબાર કોઈ વહીવટ તો નહીં થતો હોય ને?. શહેરમાં બીજી જગ્યાએથી પૌષ્ટિક આહારના ખાલી પેકેટ નો જથ્થો અનેક સવાલો ઉભા કરે છે.

Source link


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share