ભરૂચના પિૃમ વિસ્તારની સોસા. અને ફ્લેટ સંકુલમાં પેટ્રોલ ચોરી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

પેટ્રોલ ચોરીનો સીસીટીવી ફૂટેજ મળ્યાં

। ભરૂચ ।

ભરૂચ નગરના પિૃમ વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરવા અંગેની ફરિયાદો ઉભી થઈ છે. આ ફરિયાદો અંગે જે તે વાહન માલિકોએ પોતાની સોસાયટીના અને ફ્લેટસ સંકુલોના સિકયુરીટી ગાર્ડસ તેમજ મંડળોના પ્રમુખોને રજુઆત કરી હતી. પેટ્રોલની ચોરી દિન-પ્રતિદિન વધી રહી હતી.

પેટ્રોલનો ભાવ દિન-પ્રતિદિનવધી રહ્યો છે ત્યારે પેટ્રોલ ચોરી કરતી ગેંગ પણ ભરૂચ પંથકમાં સક્રિય થઈ હોય તેમ જણાય રહ્યુ છે. પેટ્રોલ ચોરી કરનાર ગેંગ વિવિધ વિસ્તારોમાંથી પેટ્રોલ ચોરી કરી તેનુ વેચાણ કરતી હોય તેમ જણાય રહ્યુ છે ત્યારે હાલમાં સિલ્વર મુન સોસાયટીમાં પેટ્રોલ ચોરી કરનાર પેટ્રોલ ચોરી કરતા હોવાનો સીસીટીવી ફૂટેજ મળી આવ્યો છે. આ ફૂટેજ મળતા જ પેટ્રોલ ચોરી અંગેનો મહત્વનો પુરાવો મળી જતા હવે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવુ રહ્યુ.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •