ભરૂચ : કલેક્ટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતે ચાલતા રસીકરણ કેમ્પની મુલાકાત લીધી

SHARE WITH LOVE
 • 654
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  654
  Shares

જીલ્લાના પ્રજાજનોને રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કલેક્ટરે કરી અપીલ.   

જીલ્લામા કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ચાલી રહેલી વિશેષ ઝુંબેશને વેગ આપવા માટે આજરોજ જીલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાએ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લીધી હતી.

રસીકરણ કેમ્પની મુલાકાત લઈ જીલ્લા કલેક્ટરે ૪૫ થી વધુ ઉમરના લાભાર્થીઓને રસીકરણ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રજાજનોને કોઈપણ જાતના ડર વગર વેક્સીન લેવાની અને રસીકરણ ઝૂંબેશનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી.આ વેળાએ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

Source:


SHARE WITH LOVE
 • 654
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  654
  Shares