ભરૂચ : ઝગડિયા માં આદિવાસી ની 73 AA જમીન માં સરત ભંગ માટે લીઝ ધારક ને રૂ. 1 કરોડ 33 લાખ નો દંડ ફટકારતો હુકમ કર્યો

SHARE WITH LOVE
 • 213
 • 1.5K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares

ભરૂચ : ઝગડિયા મળતી માહિતી અનુસાર ઝગડિયા તાલુકા માં આવેલ ભીમપોર ગામે માં આદિવાસી 73AA (73 AA) જમીન સરત ભંગ માટે લીઝ ધારક ને ઝગડિયા પ્રાંત અધિકારી પી. એલ. વિઠાણી (SDM Jhagadia) એ લીઝ ધારક ને રૂ. 1 કરોડ 33 લાખ નો દંડ ફટકારતો હુકમ કર્યો.

વાત એમ છે કે ઝગડિયા તાલુકામાં આવેલ ભીમપોર ગામે માં આદિવાસી 73AA જમીન આવેલ છે સદરહુ જમીન માં 73AA જમીન સરત ભંગ થયેલ હતી. સદરહુ બાબતે જાગૃત નાગરીકો જેમ કે ડો. ભાવિન કુમાર શાંતિલા વસાવા, શ્રીમતી રશ્મિબેન શાંતિલાલ વસાવા , ભુપેન્દ્રસિંહ રાઠોડ, જેવા ઘણા સ્થાનિક આગેવાનો અને સમાજ  સેવકોએ ભાજપા સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) તેમજ ભરૂચ જીલ્લા કલેકટર સહીત ઉચ્ચ સ્તરીય રજૂઆત કરેલ હતી.

ભારતીય જનતા પાર્ટી – ભાજપા સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ પણ ભરૂચ જીલ્લા સંકલન માં લીઝ ધારક બાબતે પ્રશ્નો રજુ કરેલ હતા તેમજ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપની ને સદરહુ બાબતો માટે લેખિત રજૂઆત કરેલ હતી.

લોકોની રજૂઆત ને ધ્યાને લઇ ભરૂચ જીલ્લા કલેકટર એમ.ડી. મોઢીયા ( Dr. M. D. Modiy Collector Bharuch) સાહેબે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ઝગડિયા પ્રાંત અધિકારી પી. એલ. વિઠાણી ( SDM Jhagadia ) ને આદેસ કરેલ હતો.

જેના અનુસંધાને કાયદાકીય જોગવાઇ મુજબ કલમ 73 એએ ની પેટા કલમ નો ભંગ થયો છે. જેમાં હાલની બજાર કિંમતની ત્રણ ગણી રકમનો દંડ ફટકારવાની જોગવાઇ છે. પરિણામે ઝગડિયા પ્રાંત અધિકારી પી. એલ. વિઠાણી (SDM Jhagadia) એ મહેસૂલ કાયદાની કલમ 73 એએ (1) ના ભંગ બદલ કલમ 73એએ(4) તળે કોઇ પણ પ્રકારના બોજા રહિત સરકાર હસ્તક દાખલ કરવા તેમજ કલેકટર શ્રી ની પૂર્વ મંજુરી વગર આદિવાસી લોકોની જમીન માટે સંમતી કરાર માટે એ.આઈ.સૈયદ (A.I. Saiyad) ને રૂ. 1,33,84,800 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે, તેમજ ઝગડિયા મામલતદાર જે. એ. રાજવંશી (J. A. Rajvanshi – Mamlatdar Jhagadia) ને દંડની રકમ દિન ૧૦ માં વસુલ કરવા જરૂરી કાર્યવાહી માટે આદેસ કરેલ છે.

હવે જોવું રહ્યું કે ભરૂચ જીલ્લા ખાણ અને ખનીજ વિભાગના અધિકાઈ કેયુર રાજપરા (K J Rajpura, Geologist) આ ગરીબ આદિવાસી લોકોની જમીનો છે જે ને હજી બિન ખેતી માટે ના ઉપયોગ માટે ની પરવાનગી મળેલ નથી તેમજ સદરહુ  જમીનો જેમાં ૭૩ એએ ની સરત ભંગ બદલ હુકમ પણ થયેલ છે તે જમીન માં ચાલતી લીઝ બાબતે શું નિર્ણય લેછે.? શું આ જમીન માં ચાલતા ખાણકામ ને તે અટકાવશે કે પછી..?

વધુમાં ડો. ભાવિન કુમાર શાંતિલા વસાવા એ જણાવ્યુ  કે  યોગ્ય રજૂઆત કરી તેમજ યોગ્ય કાર્યવાહી કરેથી જમીન ના મૂળ માલિક અને  વારસદારો એવા ગરીબ આદિવાસી લોકોને તેમની જમીન પરત મળવા પાત્ર છે.

No. (ક્રમ)Name (નામ)
1ચંદુભાઈ વજીરભાઈ . , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
2રુપસંગભાઈ વજીરભાઈ. , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
3ઈશ્વરભાઈ વજીરભાઈ. , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
4કમળાબેન વજીરભાઈ. , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
5મંજુલાબેન વજીરભાઈ. , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
6ચૈતરીબેન વજીરભાઈ. , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
7છીંડુબેન દેશાઈભાઈ કારીયાભાઈ ની વિધવા.
8મગનભાઈ દેશાઈભાઈ .
9દિવાળીબેન દેશાઈભાઈ.
10લક્ષ્મણભાઈ દેશાઈભાઈ.
11ભૂરીબેન દેશાઈભાઈ.
12ડાહ્યાભાઈ દેશાઈભાઈ.
13પાડસંગભાઈ દેશાઈભાઈ.
14બેચરભાઈ દેશાઈભાઈ.
15કાલીદાસભાઈ પસલાભાઈ વસાવા , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
16મંગીબેન પસલાભાઈ વસાવા , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
17મથુરભાઈ વાલજીભાઈ વસાવા.
18ઉદેસંગ હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
19બાબુભાઈ હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
20દલસુખભાઈ દાજીયાભાઈ. , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
21બચીબેન હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
22બીજુબેન હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
23રાધાબેન હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
24કંચનબેન હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
25રતિલાલ હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
26મનસુખભાઈ હરજીભાઈ , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ
27બાલુભાઈ હરજીભાઈ વસાવા , ગામ: ભીમપોર તાલુકો: ઝગડિયા જીલ્લો: ભરુચ

SHARE WITH LOVE
 • 213
 • 1.5K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares