ભરૂચ : ઝઘડિયા સિલિકા સેન્ડના નામે મુંબઇ રેતી મોકલવાનો કાળો કારોબાર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ (Bharuch) ઝઘડિયા (jhagadia),
ગુજરાત રાજ્યની રેતી અન્ય રાજ્યમાં મોકલવા સામે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તો તેની સામે કેટલાક લેભાગુ દલાલો દ્વારા પ્રતિબંધ સામે તરકીબ અજમાવી રીતસરનું ર્વાિષક ૨૦૦ કરોડથી પણ વધુનું મસમોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. મુંબઇમાં બાંધકામ માટે રેતીની મોટી માંગ રહે છે. તો તે માંગ પુરી કરવા લેભાગુ દલાલો કન્ટેનર મારફતે સિલિકા સેન્ડના નામે સિમેન્ટની બેગ ભરી મુંબઇમાં રેતી મોકલતા થયા છે. માત્ર ઝઘડિયા તાલુકામાંથી જ રોજિંદા આંદાજીત ૮૦ થી વધુ કન્ટેનરમાં રેતી ભરી મુંબઇ ખાતે રવાના કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

માયા નગરી મુંબઇ ખાતે બાંધકામ માટે રેતીની વધુ માંગ ઉઠી રહી છે. મુંબઇમાં સ્થાનિક કક્ષાએથી કાળી રેતી અને તે પણ દરિયાની ક્ષાર યુક્ત રેતી મળતી હોય તે રેતી બાંધકામ માટે ના ઉપયોગ માટે હિતાવહ નથી. ગુજરાત સરકાર દ્વારા પોતના રાજ્યની રેતી અન્ય રાજ્યમાં મોકલવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તો તેની સામે મુંબઇમાં રેતીની માંગ પુરી પાડવા માટે કેટલાક લેભાગુ દલાલો દ્વારા સરકારની આંખમાં ધૂળ નાંખવાની તરકીબો અજમાવી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા માત્ર રેતી બહાર રાજ્યોમાં મોકલવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ કાચની બનાવટમાં વપરાતા ખનિજ સિલિકા સેન્ડ સામે આવો કોઇ પ્રતિબંધ નથી. જનો દુપઉપયોગ કરી કેટલાક લેભાગું દલાલો સિલિકા સેન્ડની રોયલ્ટી કાઢી કન્ટેનરમાં ૩૨-૩૨ કિલોની સિમેન્ટની બેગમાં રેતી ભરી મુંબઇ રવાના કરવાનું કૌભાંડ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ ખાતે મોટા દાણાની રેતીની મોટી માંગ છે. ઝઘડિયા પંથકમાં જ સિલિકા સેન્ડની લીઝ હોય જે તે લીઝની રોયલ્ટી કાઢી સિલિકા સેન્ડની રોયલ્ટી ઉપર મુંબઇ ખાતે ગેરકાયદે રેતી રવાના કરવામાં આવી રહી છે. રેતીનો સ્ટોક કરી સિલિકા સેન્ડના નામે મુંબઇ મોકલવામાં ર્વાિષક ૨૦૦ કરોડથી વધુની કાળી કમાણી કરવામાં આવી રહી છે. માત્ર ઝઘડિયા પંથકમાંથી જ રોજિંદા અંદાજીત ૮૦ થી વધુ કન્ટેનરોમાં રેતી મુંબઇ ખાતે રવાના કરાય રહી છે.
સિલિકા સેન્ડની રોયલ્ટી જ કેમ ?

દેખાવમાં સિલિકા સેન્ડ અને રેતી વચ્ચે મોટી સામ્યતા છે. એક નજરે જોતા જે તે ખનિજ સિલિકા છે કે રેતી કહેવું મુશ્કેલ પડે છે. જેનો દુરઉપયોગ કરી અન્ય રાજ્યોમાં સિલિકા સેન્ડની રોયલ્ટી ઉપર મુંબઇ ખાતે રેતી મોકલવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૨-૩૨ કિલોના સિમેન્ટના કોથડામાં રેતી પેક કરી બંધ કન્ટેનરમાં રવાના કરાય છે. કન્ટેનરને અટકાવાય તો રોયલ્ટી સિલિકા સેન્ડની હોય કન્ટેનરમાં સિલિકા સેન્ડ ભરી હોવાનું જણાવી કૌભાંડને અંજામ આપાય રહ્યો છે.
સ્ટોકના રજિસ્ટ્રેશની આડમાં કૌભાંડ

રેતી માફિયાઓ દ્વારા રેતી સ્ટોકના રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે. જે રેતી સ્ટોક રાજ્ય અંદર જ રેતીનો જથ્થો પુરો પાડવા માટે હોય છે. પરંતુ રેતી માફિયાઓ રેતી સ્ટોક રજીસ્ટ્રેશનની આડમાં બહર રાજ્યમાં રેતી મોકલી કૌભાંડ ચલાવી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાજપારડીથી જીએમડીસી રોડ ઉપર, કદવાલી ગામે, રાયસીંગપુરા ગામે, ભાલોદ વગેરે સ્થળ ઉપર ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.

ઓવર સાઇઝ સિલિકાનું પણ રેતીમાં મિક્સિંગ રેતી અને સિલિકા સેન્ડ દેખાવમાં સરખી જ હોય છે. જે બાબતનો દુરઉપયોગ કરી રેતી માફિયાઓ વધુ નફો કમાણી કરવા માટે રેતીની સાથે વોશિંગ કરેલી સિલિકાની ઓવર સાઇઝ એટલે કે સિલિકાનો મોટો દાણો મિક્સ કરે છે. રેતી અને ઓવર સાઇઝ સિલિકા મિક્સ કરી પડતર કિંમત નીચે લાવી માફીયાઓ નફાનો દર વધારી કાળી કમાણી કરી રહ્યા છે.

ભરૂચ (Bharuch) ઝઘડિયા (jhagadia) પંથકમાં ભૂતિયા લીઝોની બોલબાલા ઝઘડિયામાં એવી કેટલીય સિલિકા સેન્ડ ખનિજની લીઝો આવેલી છે. જે માત્ર ને માત્ર કાગળ ઉપર જ ચાલતી હોવાનું બોલી રહી છે. ખરેખર જે તે સ્થળ ઉપર જોવા જાવ તો સિલિકા સેન્ડ ખનિજનું ખોદકામ ચાલતું જ નથી. માફિયાઓ માત્ર સિલિકા સેન્ડની રોયલ્ટી તગડા ભાવે વેચી દઇ બેઠી કમાણી કરી રહ્યા છે. જ્યારે રેતી માફિયાઓ પણ તગડા ભાવ આપી મુંબઇ રેતી રવાના કરી રહ્યા છે.

જવાબદારી તંત્રના આખ આડા કાન – કારણ શું ?

સિલિકા સેન્ડના નામે કે રેડી મિક્સના નામે મુંબઇ ખાતે રેતી રવાના કરાય રહી છે. જે બાબત ભૂસ્તર ખાતાને અને જ્યાં આ મિક્સિંગ કરાય રહ્યું છે તે સ્થાનિક પોલીસને પણ ખબર જ છે. ભૂસ્તર વિભાગ અને સ્થાનિક પોલીસ આ તમામ બાબતે જાણકાર હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યું છે. જેનું કારણ શું હોઇ શકે તે ખબર નથી.
રેડી મિક્સના નામે પણ ધિકતો ધંધો સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખવા રેતી માફિયાઓ સિલિકા સેન્ડની રોયલ્ટી અથવા તો રેડી મિક્સના ડોક્યુમેન્ટ બનાવી કન્ટેનરમાં રેતી મુંબઇ રવાના કરી રહ્યા છે. રેતીના કોથડા પેક કરી કન્ટેનરમાં ભરીને ડીલેવરી ચલણ રેડી મિક્સના બનાવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેડી મિક્સના ખનિજમાં કોઇ રોયલ્ટીની જરૃર હોતી નથી. જેથી રેતી માફિયાઓ દ્વારા સરકારને રેતીની રોયલ્ટી ચોરી કરી મહેસુલ ખાતેને પણ મોટી ખોટ પાડી રહ્યા છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •